ભારતીય ઇવીએમથી નામીબિયામાં થશે ચૂંટણી
નવી દિલ્હી, 1 મેઃ દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી કરવા માટે નામીબિયાની સરકારે ભારતમાં બનેલા 3400 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઇવીએમ) ખરીદ્યા છે. આ ઉપકરણનો ઉપયોગ એશિયાના અનેક દેશ સ્વતંત્ર અને સહજ ચૂંટણી પૂર્ણ કરાવવા માટે કરી રહ્યાં છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છેકે નામીબિયાની સરકારે સાર્વજનીક ક્ષેત્રના ઉપક્રમે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ(બીઇએલ)ના બેંગ્લોર સ્થિત યુનિટ પાસેથી ઇવીએમની ખરીદી કરી છે. આ ઉપકરણ દક્ષિણ આફ્રિકન દેશોમાં નવેમ્બરે થવા જઇ રહેલી ચૂંટણીમાં ઉપયોગમાં લેવાશે. નામીબિયાએ 2013માં 1,700 ઇવીએમનો ઓર્ડર આપ્યો હતો.

નામીબિયાના ઉચ્ચાયુક્ત પીઅસ દનાઇસ્કીએ જણાવ્યું છેકે, આખા એશિયન ક્ષેત્રમાં ભારત અમારા માટે ઘણું જ મહત્વનું છે. તેની ઉન્નત પ્રોદ્યોગિકી અને અત્યંત વિકસિત ઇવીએમ અમારા માટે શીખવાનો મોટો અવસર છે. નામીબિયાના સૂચના પ્રોદ્યોગિકીએ પોતાના કેટલાક સભ્યોને ઇવીએમની કાર્યપ્રણાલી સમજાવવા માટે મોકલ્યા છે. તેમણે કહ્યું કે, પરિણામની જાહેરાત દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા સોફ્ટવેર સહિત મતગણના પ્રક્રિયાને સમજવા માટે એક પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં નવી દિલ્હીનો પ્રવાસ કરશે.












Click it and Unblock the Notifications
