For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ ઉતરાખંડ, કાશ્મીરમાં આજે ભારે વરસાદની ચેતવણી

મોન્સુન અત્યારે તેની પૂરી રંગતમાં છે પરંતુ ઘણા વિસ્તારોમાં રંગત બગડી શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોન્સુન સક્રિય હોવા સાથે પહાડી રાજ્યોમાં આગામી દિવસોમાં ફરીથી હવામાન બગડવાની આગાહી છે.

|
Google Oneindia Gujarati News

મોન્સુન અત્યારે તેની પૂરી રંગતમાં છે પરંતુ ઘણા વિસ્તારોમાં રંગત બગડી શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોન્સુન સક્રિય હોવા સાથે પહાડી રાજ્યોમાં આગામી દિવસોમાં ફરીથી હવામાન બગડવાની આગાહી છે એટલા માટે આ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે ઉતરાખંડના આઠ જિલ્લામાં પિથોરાગઢ, નૈનીતાલ, ચંપાવત, ઉધમસિંહ નગર, દેહરાદૂન, હરિદ્વાર, ટિહરી અને પૌડીમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. જે અતંર્ગત 115 થી 204 મીમી વરસાદ થઈ શકે છે. બારે વરસાદની ચેતવણી વચ્ચે લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે.

monsoon

તમને જણાવી દઈઅ કે હાલમાં આખા ભારતમાં મોન્સુન છવાઈ ગયો છે. જેના કારણે દેશના દરેક વિસ્તારમાં હવે સારો વરસાદ થવાની આશા છે. હિમાચલ અને ઉતરાખંડમાં જયાં વરસાદની આગાહી છે ત્યાં બીજી તરફ ઉચ્ચ હિમાલયી ક્ષેત્રોમાં વધુ વરસાદને કારણે કૈલાશ માનસરોવર યાત્રીઓને પિથોરાગઢ પર્યટક આવાસ ગૃહમાં રવિવારે રાતે રોકાવુ પડ્યુ હતુ.

rain

ઉતરાખંડમાં ભારે વરસાદનું અનુમાન

હવામાન વિભાગની માનીએ તો ઉતરાખંડ, કર્ણાટક, કેરળ, સિક્કિમ, હિમાચલપ્રદેશ, જમ્મુ કાશ્મીર અને તમિલનાડમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વી રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના કેટલાક હિસ્સાઓમાં વરસાદ થયો છે જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે.
આઈએમડીએ કહ્યુ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાતના અન્ય ભાગો, લપુર્વી રાજસ્થાનના મોટાભાગમાં, પશ્ચિમ રાજસ્થાનના કેટલાક હિસ્સા, સમગ્ર હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશના બાકીના ભાગો, ઉતરાખંડ, હિમાચલપ્રદેશ અને પંજાબમાં પહોંચી ગયો છે.

ચેતવણી અનુસાર આજે ઉતરાખંડ અને પૂર્વી ઉતરપ્રદેશમા ભારે વરસાદ જ્યારે બિહાર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ,હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને કર્ણાટક દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી છે અને વરસાદ રોકાવાનો નથી. સોમવારે હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે તેમાં અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, બિહાર, પંજાબ, હિમાચલપ્રદેશ, કોંકણ, ગોવા અને કર્ણાટક દરિયાકાંઠો શામેલ છે.

English summary
India Meteorological Department (IMD) report on Monday predicted Heavy Rains Alert In Uttarakhand Today, Rain In Several Areas In Jammu And Kashmir By 2-4 July.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X