
Global Hunger Indexમાં ભારત 107માં નંબરે પહોંચ્યુ, બાંગ્લાદેશ નીકળ્યુ આગળ
Global Hunger Indexમાં ભારત 121 દેશોમાંથી 107માં નંબરે છે. યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન સિવાય આ નંબર દક્ષિણ એશિયાના મોટાભાગના દેશોથી પાછળ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારત બાંગ્લાદેશથી પણ પાછળ છે. 107માં સ્થાને સરક્યા બાદ, ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI), 2022માં ભારત છ સ્થાન નીચે આવી ગયુ છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આ યાદી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ, યુરોપિયન એનજીઓ કન્સર્ન વર્લ્ડવાઈડ અને વેલ્થુંગરહિલ્ફના પ્રકાશકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતને 29.1ના સ્કોર સાથે સ્થાન આપવામાં આવ્યુ છે. યુરોપિયન એનજીઓએ ભારતમાં ભૂખમરાના સ્તરને ગંભીર ગણાવ્યુ છે.
121 દેશોના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં બાંગ્લાદેશ આઠ સ્થાન સરકી ગયુ છે. 84માં ક્રમે રહેલા બાંગ્લાદેશે ગત વર્ષના 76માં ક્રમેથી ઘણો સુધારો કર્યો છે. લગભગ તમામ પડોશી દેશોએ સારુ પ્રદર્શન કર્યુ હોવાનો દાવો કરવામાં આવે છે. પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર અનુક્રમે 99, 64, 84, 81 અને 71માં સ્થાને છે. કુલ 17 દેશોને સામૂહિક રીતે 1 અને 17 ની વચ્ચે મૂકવામાં આવ્યા છે. આ દેશોના સ્કોર પાંચથી ઓછા છે.