For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-રશિયા વચ્ચે થયા ચાર અરબ ડોલરના 10 કરાર

By Super
|
Google Oneindia Gujarati News

putin-manmohan-singh
નવીદિલ્હી, 25 ડિસેમ્બરઃ ભારત અને રશિયા વચ્ચે ચાર અરબ ડોલરની કિંમતના રક્ષા સૌદા સહિત 10 કરારો પર સોમવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બન્ને દેશોના નેતાઓએ અહીં દ્વિપક્ષિય સહયોગ, ખાસકરીને પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં સહયોગની વિસ્તૃત ક્ષમતા કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રક્ષા, અંતરિક્ષ, વ્યાપાર અને નિવેશ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષા, સંસ્કૃતિ અને પર્યટન સહિત દ્વપક્ષીય મહત્વના તમામ પ્રમુખ વિષયો પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. બન્ને નેતાઓ વચ્ચે મુખ્ય બેઠકોનું સ્થાન આખરી પળોમાં બદલવામાં આવ્યું હતું.

પહેલા આ બેઠક ઇન્ડિયા ગેટ પાસે હૈદરાબાદ હાઉસમાં થવાની હતી, પરંતુ બન્ને નેતાઓ 7 રેસ કોર્સ રોડ સ્થિત પ્રધાનમંત્રીના સરકારી આવાસમાં મળ્યા હતા. ગયા સપ્તાહે દિલ્હીમાં સામુહિક બળાત્કારની ઘટના બન્યા બાદ ઇન્ડિયા ગેટ પાસે યુવાઓએ વ્યાપક સ્તરે વિરોધ પ્રદર્શન કરતા બેઠકના સ્થાનમાં પરિવર્તન કરવું પડ્યું હતું.

પુતિનની આ નાની ટૂંકી યાત્રા છે, તે અંદાજે 18 કલાક ભારતમાં રહેશે, આજની શિખર બેઠક બાદ સિંહે કહ્યું કે, અમે ક્ષેત્રિય અને વૈશ્વિક મહત્વના મુદ્દા પર પણ ચર્ચા કરી. તેમાંથી ઘણા મુદ્દા પર અમારા વિચારો મળતા આવતા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમારી પરમાણું ઉર્જા કાર્યક્રમનો વિકાસ અમારી રણનીતિક ભાગીદારીના મુખ્ય સ્તંભ રહ્યા છે. તેમમે કહ્યું કે, કુડનકુલમ પરમાણુ વિજળી પરીયોજનાના પહેલા યુનિટનું નિર્માણ હવે પુરુ થઇ ચૂક્યું છે અને વિજળી ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ભારતને બીજા યુનિટનું નિર્માણ આગામી વર્ષમાં પૂર્ણ થાય તેવી આશા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, કુડનકુલમના ત્રીજા અને ચોથા યુનિટોના નિર્માણની વાતચિતમાં સારી પ્રગતિ થઇ છે. અમે પરમાણું ઉર્જા ક્ષેત્રમાં સહયોગ માટે રુપરેખાને લાગુ રાખવાની ઇચ્છા ધરાવે છે. વર્ષ 2010માં રશિયાના તત્કાલિન પ્રધાનમંત્રી પુતિનની ભારત યાત્રા દરમિયાન આ પ્રારૂપ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

English summary
Bolstering their multi faceted ties, India and Russia on Monday signed 10 agreements in diverse areas and made "good progress" in resolving related to the Kudankulam Nuclear Power Plant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X