• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતની ઓળખ સ્કિલ ઇન્ડિયા બને, સ્કેમ ઇન્ડિયા નહીં : સંસદમાં મોદી

|

નવી દિલ્હી, 11 જૂન : આજે સાંજે ચાર વાગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના લોકસભા ગૃહને સંબોધન કર્યું હતું. હિન્દીમાં બોલતા નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ પહેલા જણાવ્યું હતું કે આ સદનમાં 30-40 વર્ષના અનુભવી સભ્યો છે. આ સદનમાં મારાથી બોલવામાં કે કહેવામાં કોઇ ભુલ રહી જાય તો મને માફ કરશો.

હું ગુજરાતમાં નવો નવો મુખ્યમંત્રી બન્યો હતો. મેં આવી રીતે જ વાત કરી. મારા પાર્ટીના સભ્યોએ તાળીઓ વગાડી. વિપક્ષમાં સન્નાટો હતો. પરુંતુ ત્યાર બાદ વિપક્ષના નેતા અમરસિંહ ચૌધરીએ મને વ્યક્તિગત રીતે આવીને જણાવ્યું કે આપ 24 કલાક કેવી રીતે કામ કરશો? ગુજરાતમાં એ કાર્ય કરી બતાવ્યું. એવી જ રીતે અહીં બેઠેલા અનેક લોકોને આશ્ચર્ય થશે. જો કે હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે રાષ્ટ્રપતિજીએ જે વાતો કરી છે તેને અમે પુરી કરીને બતાવીશું.

અમારા માટે રાષ્ટ્રપતિની દરેક બાબત મહત્વની છે. પવિત્ર બંધન છે. અમારો પ્રયાસ તેને પુરો કરવાનો રહેશે, તે અમારી પ્રેરણા રહેશે. રાષ્ટ્રપતિજીનું અભિભાષણ આવનારા સમય માટે ગરિમાપૂર્ણ રાખીને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું.

1

1

આપણી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વેકેશનમાં ગામ જાય તેમને શાળામાં કામમાં લગાવી શકાય અને વેકેશનમાં તેઓ સોઇલ ટેસ્ટિંગ કરીને આવક મેળવી શકે છે અને દેશને મદદ પણ કરી શકે છે. નાના નાના પ્રાયોગિક ઉપાયો કરીને ઉકેલ લાવી શકાય.

2

2

મારા દેશમાં ગરીબોના ઘરનો સાંજનો ચૂલો ચાલવો જોઇએ. તેમના બાળકો રાત્રે આંસુઓ પીને ઉંઘી જવા ના જોઇએ. એવી જ રીતે દેશમાં મહિલાઓ પર થતા બળાત્કારનું માનસિક વિશ્લેષણ કરવાનું બંધ કરવું જોઇએ. આ અંગે આપણે રાજકારણ રમવાને બદલે મૌન રહેવું જોઇએ.

3

3

આપણા દેશમાં 65 ટકા વસતી 35 વર્ષ કરતા ઓછી વયના નાગરિકોની છે. આપણે યુવાન દેશ છીએ. ત્યારે શિક્ષણની સાથે સ્કીલ ડેવલપમેન્ટની જરૂર છે. આ સાથે સ્કીલ ડેવલપમેન્ટ કરનાર યુવાનને સામાજિક સન્માન મળે તેનું પણ ધ્યાન રાખવાની જરૂર છે

4

4

વિશ્વમાં અત્યારે આપણી ઓળખ સ્કેમ ભારતની છે. તેની બદલે આપણે સ્ટીલ ભારતની ઓળખ બનાવવાની જરૂર છે. આ માટે સૌએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.

5

5

પાંચ વર્ષ પછી મહાત્મા ગાંધીના જન્મને 150 વર્ષ થશે. અત્યારથી પ્લાનિંગ કરી ના શકાય. તેમને સ્વચ્છતા સૌથી પ્રિય હતી. શું આપણે મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર સ્વચ્છ ભારતની તસવીર ભેટ આપી શકીએ?

6

6

દેશની આઝાદીના 75મા વર્ષે આપણે કશુંક કરીએ એવો સંકલ્પ લેવો જોઇએ. મને દેશ માટે મરવાની તક તો નથી મળી, પરંતુ દેશ માટે જીવવાની તક મળી છે. 2020માં હિન્દુસ્તાનમાં કોઇ પરિવાર એવો ના હોય જેની પાસે રહેવા માટે ઘર ના હોય. આ ઘરમાં નળ હોય, શૌચાલય હોય, વીજળી હોય તમામ પ્રાથમિક સુવિધા હોય. આ માટે તમામ રાજ્ય સરકારો કેન્દ્ર સાથે મળીને કામ કરે. આવો કાર્યક્રમ દેશના સુખદેવ, ભગતસિંહ જેવા યુવાનોને સાચી શ્રદ્ધાંજલિ હશે.

7

7

મહાભારતના કાવ્ય માટે જનમનમાં એક જ ભાવ છે કે પાંડવોની જીત થાય, કૌરવોની નહીં. જીત આપણને ઘણું શીખવાડે છે. હું સંસદને વિશ્વાસ આપું છું કે આપણે એ તાકાતને પ્રાપ્ત કરીશું જે આપણને અહંકારથી બચાવે અને નમ્રતા આપે. હું સંખ્યાબળ નહીં પણ સામુહિકતાના બળથી આગળ ચાલવા માંગુ છું.

8

8

આજકાલ મોડેલની ચર્ચા થાય છે. ગુજરાત મોડેલની ચર્ચા થાય છે. ગુજરાતમાં એક જિલ્લાના મોડેલ બીજી જિલ્લા માટે કામ લાગતતું નથી. તેની આ સમજ તેનું મોડેલ છે. ગુજરાતનું બીજુ મોડેલ એ છે કે દેશના કોઇ પણ ખુણામાં સારી બાબત હોય તો તેને અપનાવો. હવે દેશમાં પણ આ બાબત અમલી બનાવાશે. આજે ચર્ચા છે કે ગુજરાત કરતા તમિલનાડુનું મોડેલ સારું છે. મને આનંદ છે કે રાજ્યો વચ્ચે વિકાસ મોડેલની સ્પર્ધા થાય છે. હું ઇચ્છું છું કે અન્ય રાજ્યો કહે તે ગુજરાત કરતા અમે સારું કામ કરીએ છીએ.

9

9

નાના નાના રાજ્યો સારું કામ કરી રહ્યા છે. છત્તીસગઢે પી઼ડીએસ સિસ્ટમ આપી છે. અમે સહકારિતાના મોડેલ પર આગળ વધીશું. આલોચના લોકશાહીની તાકાત છે. આરોપ ખરાબ બાબત છે. આ સદનમાં જેમના પણ સૂચનો છે, જેમની આલોચના છે તેમનું હું સ્વાગત કરું છું.

મતદાન થયું ત્યાં સુધી અમે જનતાની આશાના ઉમેદવાર અને વાહક હતા, સંસદમાં આવ્યા બાદ હવે અમે તેના રક્ષક બન્યા છીએ. તેમના સપના અને આશા અમારી જવાબદારી બની છે. અહીં જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા તેમાં પણ આશા હતી. દેશના સવાસો કરોડ નાગરિકોના વિશ્વાસનું અમે પ્રતીક છીએ. આ ભારતના ભાગ્ય માટે શુભ સંકેત છે.

રાષ્ટ્રપતિજીએ પોતાના ભાષણમાં ચૂંટણીઓ, મતદારો, પરિણામનો ઉલ્લેખ કર્યો. હું દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું કે અનેક વર્ષો બાદ લોકોએ સ્થિર, સુશાસન અને વિકાસ માટેની યાત્રાને સુનિશ્ચિત બનાવી છે. તેમની જે ચિંતા છે તેમને દુર કરીશું.

અમે એક બાબત વિચારી છે. વિશ્વમાં ભારત એક મોટો લોકતાંત્રિક દેશ છે. હવે આપણી માંગ છે કે વિશ્વ સામે આપણે કેટલી મોટી લોકશાહી ધરાવીએ છીએ. આપણા નાનામાં નાનાલોકો અને નિરક્ષરોમાં પણ લોકશાહીમાં ભરોસો દાખવ્યો છે. આ ચૂંટણીઓ બાદ આપણા સૌની જવાબદારી છે કે વિશ્વને ડંકાની ચોટ પર જણાવીએ કે આપણે કેટલી મોટી શક્તિ છીએ. આપણે વિશ્વસમક્ષ ભારતના સામર્થ્યવાન સ્વરૂપને રજૂ કરવાનું છે. એ બાબત અલગ છેકે 1200 વર્ષની ગુલામીની અસરમાંથી આપણે સંપૂર્ણ મુક્ત થઇ શક્યા નથી. હવે વિશ્વ સામે છતી પહોળી કરી, માથું ઊંચું લઇને દેશના સવાસો કરોડ નાગરિકોના સન્માન અને સામર્થ્યને દર્શાવવાની છે.

શું સરકાર માત્ર ધનિકો અને ભણેલા વર્ગો માટે છે? જી ના. સરકાર ગરીબો માટે છે. અમીરોના છોકરાઓને ભણાવવા અનેક સંસ્થાઓ છે. તેમના બિમાર છોકરાઓ માટે અનેક પ્રાઇવેટ હોસ્પિટલો છે. આ માટે સરકારની સૌથી મોટી જવાબદારી છે કે સરકાર ગરીબોની સાંભળે અને ગરીબો માટે જીવે.

સરકાર ગરીબોની ભલાઇ માટે નહીં ચલાવાય તો દેશની જનતા માફ નહીં કરે. અમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ગાંધીજી અને સરદાર પટેલજીના વિચારો પર આગળ વધી રહ્યા છીએ. તેમનો એક જ વિચાર હતો કે અંત્યોદયનો કલ્યાણ કરવું. ગરીબોમાં એવી તાકાત લાવવાની છે કે તેઓ ગરીબી સામે લડી શકે. ગરીબી સામે લડવાના સૌથી શક્તિશાળી સાધનો છે શિક્ષણ અને અંધશ્રધ્ધામાંથી મુક્તિ.

શહેરોની ઓળખ સુવિધા છે. જ્યારે ગામડાંની ઓળખ પોતીકાપણું છે. પણ એટલે ગામને સુવિધાવંચિત રાખવું અયોગ્ય છે. ગામડાંમાં વીજળી, પાણી, સ્વાસ્થ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધા પુરી પાડીને તેમના જીવનમાં બદલાવ લાવવાની જરૂર છે. ગામડાંમાં ઉદ્યોગો સ્થાપી શકાય છે.

દેશના નોર્થ-ઇસ્ટને ઓર્ગેનિક હબ બનાવી શકાય એમ છે. આપણા દેશમાં અનેક કૃષિ યુનિવર્સિટીઓ છે. તેમાં અનેક સંશોધનો થાય છે. તેને લેબથી લેન સુધી લાવવાની જરૂર છે. ગુજરાતે એક નાનકડો પ્રયોગ કર્યો હતો. સોઇલ હેલ્થ કાર્ડનો. જેનાથી જમીનની તબીયતનો ખ્યાલ આવી શકે. આ કારણે ખેડીતને પોતાની જમીનમાં શેની જરૂર છે તે પાછળ ખર્ચો કરી શકે. વધારાનો ખર્ચ અટકાવી શકાય. સોઇલ ટેસ્ટિંગની સાથે આવક મેળવી શકાય છે.

આપણી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વેકેશનમાં ગામ જાય તેમને શાળામાં કામમાં લગાવી શકાય અને વેકેશનમાં તેઓ સોઇલ ટેસ્ટિંગ કરીને આવક મેળવી શકે છે અને દેશને મદદ પણ કરી શકે છે. નાના નાના પ્રાયોગિક ઉપાયો કરીને ઉકેલ લાવી શકાય.

મારા દેશમાં ગરીબોના ઘરનો સાંજનો ચૂલો ચાલવો જોઇએ. તેમના બાળકો રાત્રે આંસુઓ પીને ઉંઘી જવા ના જોઇએ. એવી જ રીતે દેશમાં મહિલાઓ પર થતા બળાત્કારનું માનસિક વિશ્લેષણ કરવાનું બંધ કરવું જોઇએ. આ અંગે આપણે રાજકારણ રમવાને બદલે મૌન રહેવું જોઇએ.

આપણા દેશમાં 65 ટકા વસતી 35 વર્ષ કરતા ઓછી વયના નાગરિકોની છે. આપણે યુવાન દેશ છીએ. ત્યારે શિક્ષણની સાથે સ્કીલ ડેવલપમેન્ટની જરૂર છે. આ સાથે સ્કીલ ડેવલપમેન્ટ કરનાર યુવાનને સામાજિક સન્માન મળે તેનું પણ ધ્યાન રાખવાની જરૂર છે.

વિશ્વમાં અત્યારે આપણી ઓળખ સ્કેમ ભારતની છે. તેની બદલે આપણે સ્ટીલ ભારતની ઓળખ બનાવવાની જરૂર છે. આ માટે સૌએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.

પાંચ વર્ષ પછી મહાત્મા ગાંધીના જન્મને 150 વર્ષ થશે. અત્યારથી પ્લાનિંગ કરી ના શકાય. તેમને સ્વચ્છતા સૌથી પ્રિય હતી. શું આપણે મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર સ્વચ્છ ભારતની તસવીર ભેટ આપી શકીએ?

દેશની આઝાદીના 75મા વર્ષે આપણે કશુંક કરીએ એવો સંકલ્પ લેવો જોઇએ. મને દેશ માટે મરવાની તક તો નથી મળી, પરંતુ દેશ માટે જીવવાની તક મળી છે. 2020માં હિન્દુસ્તાનમાં કોઇ પરિવાર એવો ના હોય જેની પાસે રહેવા માટે ઘર ના હોય. આ ઘરમાં નળ હોય, શૌચાલય હોય, વીજળી હોય તમામ પ્રાથમિક સુવિધા હોય. આ માટે તમામ રાજ્ય સરકારો કેન્દ્ર સાથે મળીને કામ કરે. આવો કાર્યક્રમ દેશના સુખદેવ, ભગતસિંહ જેવા યુવાનોને સાચી શ્રદ્ધાંજલિ હશે.

મહાભારતના કાવ્ય માટે જનમનમાં એક જ ભાવ છે કે પાંડવોની જીત થાય, કૌરવોની નહીં. જીત આપણને ઘણું શીખવાડે છે. હું સંસદને વિશ્વાસ આપું છું કે આપણે એ તાકાતને પ્રાપ્ત કરીશું જે આપણને અહંકારથી બચાવે અને નમ્રતા આપે. હું સંખ્યાબળ નહીં પણ સામુહિકતાના બળથી આગળ ચાલવા માંગુ છું.

આજકાલ મોડેલની ચર્ચા થાય છે. ગુજરાત મોડેલની ચર્ચા થાય છે. ગુજરાતમાં એક જિલ્લાના મોડેલ બીજી જિલ્લા માટે કામ લાગતતું નથી. તેની આ સમજ તેનું મોડેલ છે. ગુજરાતનું બીજુ મોડેલ એ છે કે દેશના કોઇ પણ ખુણામાં સારી બાબત હોય તો તેને અપનાવો. હવે દેશમાં પણ આ બાબત અમલી બનાવાશે. આજે ચર્ચા છે કે ગુજરાત કરતા તમિલનાડુનું મોડેલ સારું છે. મને આનંદ છે કે રાજ્યો વચ્ચે વિકાસ મોડેલની સ્પર્ધા થાય છે. હું ઇચ્છું છું કે અન્ય રાજ્યો કહે તે ગુજરાત કરતા અમે સારું કામ કરીએ છીએ.

નાના નાના રાજ્યો સારું કામ કરી રહ્યા છે. છત્તીસગઢે પી઼ડીએસ સિસ્ટમ આપી છે. અમે સહકારિતાના મોડેલ પર આગળ વધીશું. આલોચના લોકશાહીની તાકાત છે. આરોપ ખરાબ બાબત છે. આ સદનમાં જેમના પણ સૂચનો છે, જેમની આલોચના છે તેમનું હું સ્વાગત કરું છું.

English summary
India's identity should be 'Steal India' not 'Scam India': Narendra Modi in Lok Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more