For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: એક વ્યક્તિની 39 પત્નીઓ, 127 બાળકો, કુલ વોટ-166

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મિઝોરમ, 17 એપ્રિલ: લોકસભા ચૂંટણીના તાજા ચરણ હેઠળ શુક્રવારે મિઝોરમ ની એકમાત્ર સીટ પર મતદાન થઇ રહ્યું છે. મતદાન દરમિયાન અહીં જિયોંઘાકા ચાના નામનો એક વ્યક્તિ મતદારો અને નેતાઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. તેનું કારણ એ છે કે ચાનાને 39 પત્નીઓ અને પૌત્ર-પૌત્રીઓ સહિત 127 બાળકો છે.

મિઝોરમ નિવાસી જિયોન્ધાકા ચાના એક એવો મતદાર છે જે મનાવવા માટે બધા નેતા તેના દરવાજા પર જતા આવતા રહે છે. તેનું કારણ એ છે કે તેમણે સૌથી વધુ વોટ મળે છે. તેમના ઘરમાં કુલ 39 પત્નીઓ અને 127 બાળકો છે. આ પ્રકારે તેમનો પરિવાર એક ઠીક-ઠાક વોટ બેંકમાં ફેરવાઇ ગયો છે. આ પરિવારમાં કુલ 166 વોટ છે. જો કે જેને પણ આ વોટ મળે છે તેની કિસ્મત ચમકી જાય છે. ગામમાં તેમનો પરિવાર 100 રૂમવાળી હવેલીમાં રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ સાત લાખ મતદારોવાળી મિઝોરમની સીટ પર કોઇપણ ઉમેદવાર માટે આ પરિવારનું સમર્થન ઘણું મહત્વપૂણ સાબિત થાય છે. 70 વર્ષીય ચાના કહે છે કે આ સીટ પર 100 વોટનું માર્જિન કોઇપણ ઉમેદવારનું પલડું ભારે કરી શકે છે.

મિસ્ટર ચાના પોતાની પત્નીઓ સાથે

મિસ્ટર ચાના પોતાની પત્નીઓ સાથે

લોકસભા ચૂંટણીને લઇને તેમની કિંમત વધી ગઇ છે. તેમના વિસ્તારના બધા નેતા મનાવવામાં લાગ્યા છે, કારણ કે તેમની ઝોળીમાં ઘણા બધા વોટ છે. આ છે મિઝોરમમાં રહેનાર જિયોંઘાકા ચાના. તેમની વિશેષતા એ છે કે તેમની 39 પત્નીઓ અને 127 બાળકો છે. આ પ્રકારે તેમનો પરિવાર એક ઠીક-ઠાક વોટ બેંકમાં ફેરવાઇ ગયો છે.

ચાનાનો પરિવાર

ચાનાનો પરિવાર

મિઝોરમના આઇઝોલના બૈકતોન્ગ ગામમાં તેમનો પરિવાર 100 રૂમવાળી હવેલીમાં રહે છે. બ્રિટિશ સમાચાર પત્ર ડેલી મેઇલને તેમણે જણાવ્યું હતું કે 'ગત થોડા દિવસોથી નેતાઓની ભીડ વોટ માંગવા માટે તેમના ઘરે આવે છે. દરેક ચૂંટણીમાં અમારી ડિમાન્ડ વધી જાય છે. કારણ કે પ્રદેશમાં ચૂંટણીમાં જીતનું ખૂબ ઓછું હોય છે, એટલા માટે 100 વોટ પણ તેમના માટે ઘણું મહત્વ ધરાવે છે.

પરિવારની સાથે આ ઘરમાં રહે છે ચાના

પરિવારની સાથે આ ઘરમાં રહે છે ચાના

ચાનાની પત્નીઓમાં એક રિંકમિની કહે છે, 'અમે બધા એક જ જગ્યાએ મતદાન કરીએ છીએ. એટલે કે એક પરિવાર પાસેથી 160 વોટ પાકા છે.

ઘરમાં બધાનું જમવાનું આવી રીતે બને છે

ઘરમાં બધાનું જમવાનું આવી રીતે બને છે

મોટાભાગના મતદારોની માફક ચાના પણ સાફ સુથરી અને વિકાસ કરનાર સરકાર ઇચ્છે છે. તે કહે છે કે 'અમે બસ સારી સરકાર ઇચ્છીએ છીએ જે ખાનગી સ્વાર્થના બદલે પ્રદેશ માટે કામ કરે.' લોકસભા ચૂંટણીના ચોથા ચરણમાં મિઝોરમમાં શુક્રવારે વોટ આપવામાં આવશે.

English summary
As India holds the latest round of its mammoth elections Friday, one man polygamist and sect leader Zionnghaka Chana has become the voter every local politician wants to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X