રક્ષા મંત્રાલયે અમેરિકા પાસેથી 72000 અસોલ્ટ રાઈફલની ખરીદીને મોહર મારી
નવી દિલ્હીઃ રક્ષા મંત્રાલયે ભારતીય સેનાના આધુનિકીકરણ તરફ મહત્વનું પગલું ઉઠાવતા અમેરિકાથી લગભગ 72000 સિગ સોર અસોલ્ટ રાઈફલ ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે એસઆઈજી સૉયર રાઈફલોની ખરીદીને મંજૂરી આપી દીધી. જેનો ઉપયોગ ચીન સાથે લાગતી 3600 કિમી લાંબી સીમા પર તહેનાત જવાનો કરશે.
સત્તાવાર સૂત્રો મુજબ આગલા વર્ષ સુધી આ રાઈફલો સેનાના જવાનોના હાથમાં હશે. જેમને ઈંસાસ રાઈફલથી રિપ્લેસ કરવામાં આવશે. એવી જ રાઈફલોનો ઉપયોગ અમેરિકા અને અન્ય યૂરોપીય દેશોની સેનાઓ કરી રહી છે. એક વર્ષની અંદર અમેરિકી ફર્મ આ રાઈફલ્સ ભારતને ઉપલબ્ધ કરાવી દેશે.
ઓક્ટોબર 2017માં સેનાએ 7 લાખ રાઈફલ, 44000 લાઈટ મશીન ગન અને 44660 કાર્બાઈન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી. સેનાએ લગભગ 18 મહિના પહેલા ઈશાપુર સ્થિત સરકારી રાઈફલ ફેક્ટ્રી દ્વારા નિર્મિત અસોલ્ટ રાઈફલને રદ કરી દીધી હતી કેમ કે તે પરિક્ષણમાં નાકામ રહી હતી. જે બાદ સેનાએ વૈશ્વિક બજારમાં રાઈફલોની તલાશ શરૂ કરી હતી.
યુપીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રિયંકા ગાંધીનો સંદેશ, પક્ષપાત ખતમ કરીને એક થાઓ