For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત વધુ 40 દેશોને આગમન પર વિઝાની સુવિધા આપશે

|
Google Oneindia Gujarati News

visa
નવી દિલ્હી, 8 ઓક્ટોબર : હવે ભારતે વધુ 40 દેશોના નાગરિકોને વિઝા ઓન એરાઇવલ એટલે કે આગમન પર વિઝાની સુવિધા આપવાની દિશામાં પ્રક્રિયા શરૂ કરી છે. ભારત સરકારે આ પગલાં ભારતમાં વિદેશી પર્યટકોને આકર્ષવા અને ટુરિઝમનો વિકાસ કરવા માટે ભર્યું હોવાનું માનવામાં આવે છે. આયોજન પંચ દ્વારા સોમવારે બોલાવવામાં આવેલી ઉચ્ચ સ્તરની બેઠકમાં આ મુદ્દાઓ પર સહમતિ બનાવી હતી.

આ અંતર્ગત 40 વધારે દેશોને માટે આગમન પર વિઝા આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ માટે ઓનલાઇન પ્રક્રિયાને વધારે સરળ બનાવવામાં આવશે. આ ઉપરાંત વિદેશના સિનિયર સિટિઝનોને માટે પણ પ્રક્રિયા વધારે સરળ બનાવવામાં આવશે.

આ બેઠક યોજના મંત્રી રાજીવ શુક્લએ બોલાવી હતી. તેમણે જણાવ્યું કે ભારતને પર્યટન અનુકૂળ દેશ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાવી દીધી છે. તથા લગભગ 40થી વધારે દેશોમાં આગમન પર વિઝાની સુવિધા આપવા પર સહમતિ બનાવી છે. મંત્રીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિત તમામ અધિકારીઓનું માનવું હતું કે ભારતે આમ કરવાની જરૂર એટલા માટે છે કે તેનાથી દેશને વધારે વિદેશી મુદ્રા મળી શકે એમ છે.

English summary
India starts process to extend visa on arrival to 40 nations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X