For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ ઈન્ટરસેપ્ટર AD-1નું સફળ પરીક્ષણ કર્યુ, જાણો તેની ખાસિયતો!

સરહદો પર ભારતને પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મોનોથી ખતરો છે ત્યારે ભારત તેની તાકાતમાં સતત વધારો કરી રહ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સરહદો પર ભારતને પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મોનોથી ખતરો છે ત્યારે ભારત તેની તાકાતમાં સતત વધારો કરી રહ્યું છે. ભારત એક પછી એક આધુનિક હથિયારો બનાવી રહ્યુ છે ત્યારે હવે ભારતે તેની તાકાતમાં વધુ એક મોટા હથિયારનો ઉમેરો કર્યો છે. ભારત તમામ ક્ષેત્રે મેક ઈન ઈન્ડિયા પર ભાર મુકી રહ્યું છે ત્યારે આ એક મોટી સફળતા છે.

Interceptor AD-1

બુધવારે ભારતે બીજા તબક્કાની બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ (BMD) ઇન્ટરસેપ્ટર AD-1 મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ છે. આ પરિક્ષણ ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક કર્યુ હતું.

આ પરીક્ષણ તમામ પ્રકારની બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ વેપન સિસ્ટમ્સની ભાગીદારી સાથે કરવામાં આવ્યું છે. વીડિયોમાં BMD ઇન્ટરસેપ્ટર AD-1 મિસાઇલનું પ્રથમ સફળ પરીક્ષણ જોવા મળે છે.

અહીં તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતે અગ્નિ પ્રાઈમ મિસાઈલનું ત્રીજી વખત સફળ પરિક્ષણ કર્યુ હતું. આ એક નવી જનરેશનની મીડિયમ રેંજ બેલેસ્ટિક મિસાઈલ છે. આ મિસાઈલને સંપુર્ણ રીતે ભારતમાં બનાવાઈ છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ 1 થી 2 હજાર કિમી સુધીના લક્ષ્યને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

English summary
India successfully test-fired Ballistic Missile Defense Interceptor AD-1
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X