
ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ
નવી દિલ્હી : ભારત સતત તેની સૈન્ય તાકાત વધારી રહ્યુ છે. હાલમાં જ ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે આ મોટી સફળતા છે.
બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ વિશે વાત કરીએ તો, આ મિસાઈલ સુપરસોનિક ટેક્નોલોજીની અપડેટેડ છે અને તેને સપાટીથી સપાટી પર ફાયર કરી શકાય છે. આ મિસાઈલને ભારતીય સેના માટે બનાવવામાં આવી છે.
મંગળવારે ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે આંદામાન અને નિકોબાર ટાપુ પરથી આ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ હતુ. આ ભારતીય સેના માટે સુપરસોનિક ટેક્નોલોજીની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલ ભારતીય સેનાની તાકાતમાં મોટો વધારો કરશે.
ભારત સતત એક પછી એક હથિયારોથી સેનાની તાકાત વધારી રહી છે ત્યારે હવે આ મિસાઈલથી સેનાની તાકાતમાં મોટો વધારો થશે. આ મિસાઈલના સફળ પરીક્ષણ સાથે ભારતીય સેનાના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ છે. આ સુપરસોનિક ટેક્નોલોજીની અપડેટેડ મિસાઈલ છે અને તેની ફાયરપાવર વધારી દેવાઈ છે. હવે આ મિસાઈલથી ચીન અને પાકિસ્તાન સાથે મુકાબલો કરવામાં મોટી મદદ મળશે.