For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બન્યુ વધું શક્તિશાળી, K-15 મિસાઇલનું સફળ પરિક્ષણ

|
Google Oneindia Gujarati News

missile k15
નવી દિલ્હી, 28 જાન્યુઆરી: પહેલા ધરતી, પછી આકાશ અને હવે સમંદર. હા આપણો દેશ પરમાણુ ક્ષમતાવાળા એ પાંચ દેશોમાં સામેલ થઇ ગયો છે જે ના માત્ર ધરતી અને આકાશથી પરંતુ પાણીની અંદરથી પણ પરમાણુ હુમલો કરી શકે છે. અમેરિકા, ફ્રાંસ, રુસ અને ચીન બાદ ભારત પણ આ હરોળમાં સામેલ થઇ ગયું છે.

રવિવારે શસ્ત્રસરંજામ વિજ્ઞાન માટે મહત્વનો રહ્યો. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને બંગાળની ખાડીની અંદર કે-15 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું. રવિવારે બપોરે 1 વાગ્યાને 40 મિનિટે કે-15 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. આ પરિક્ષણ બાદ સમુદ્રમાં પરમાણુ બોમ્બને પહુંચાડવું સંભવ બની ગયું છે.

આ પહેલા પણ 10 વખત આ મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવી ચૂક્યું છે, પરંતુ આ પરિક્ષણ બાદ જ ભારતે દુનિયાને પોતાની તાકાતથી અવગત કરાવી છે. ડિઆરડીઓના પ્રમુખ બી. કે. સારસ્વતે પત્રકારોને જાણકારી આપતા જણાવ્યું કે કે-15 મિસાઇલે પરિક્ષણ દરમિયાન બધા જ સ્ટેજ પાર કરી લીધા છે.

આ મિસાઇલની મારક ક્ષમતા 1500 કિમી છે. ડીઆરડીઓના પ્રમુખે જણાવ્યું કે મિસાઇલના સફળ પરિક્ષણ બાદ તેને સબમરિન આઇએનએસ અરિહંતમાં લગાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ મિસાઇલનો વિકાસ ભારતના સુરક્ષાદળો માટે પાણીની અંદરથી હુમલો કરનારી મિસાઇલોની ક્ષમતા વધારવા માટે કરવામાં આવ્યો છે.

કે-15 મિસાઇલની ક્ષમતાને જોતા તેને બીઓ 5નું નામ આપવામાં આવ્યું છે, આની સાથે આ મિસાઇલની જવાબદારી ડીઆરડીઓ હૈદરાબાદને સોંપવામાં આવી છે. કે-15 મિસાઇલના સફળ પરિક્ષણની સાથે જ ભારતે પોતાની શસ્ત્રસરંજામની ક્ષમતામાં મોટો કૂદકો મારી દીધો છે.

English summary
India successfully test fires underwater missile k-15 in Bay of bangal on sunday.Test-fires had been done by DRDO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X