નેવીના ભૂતપૂર્વ ઓફિસની મોતની સજા પર ભારતે કહ્યું આ

Posted By:
Subscribe to Oneindia News

પાકિસ્તાન ની મિલેટ્રી કોર્ટે ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી છે. જાધવની ગત વર્ષે પાકિસ્તાનમાં જાસુસી કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં પાકિસ્તાન સરકારે જાધવના પ્રત્યર્પણ અંગે પણ ભારતને સ્પષ્ટ ના પાડી છે.

Pakistan

વીડિયો

જાધવ ગત વર્ષે તે સમયે પકડવામાં આવ્યો હતો જ્યારે તે ઇરાનથી બલૂચિસ્તાનમાં દાખલ થઇ રહ્યા હતા. પાકિસ્તાન ના વિદેશ મામલાના સલાહકાર સરતાજ અજીજે આરોપ લગાવ્યો છે કે જાધવ પાકિસ્તાનમાં વિનાશક અને આંતકી ગતિવિધિઓમાં સામેલ હતા. ગત વર્ષે માર્ચમાં ઇસ્લામાબાદમાં એક વીડિયો પણ રિલિઝ કર્યો હતો જેમાં જાધવનું કબૂલનામું હતું કે તેવી રીતે ભારતના એન્જિનિયર બલૂચિસ્તાનમાં હિંસા અને અલગાવવાદની આગને વધારે છે.

ભારતે શું કહ્યું

આ અંગે ભારત ના વિદેશ સચિવ એસ જયશંકરે પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતને બોલાવ્યો છે. અને જણાવ્યું છે કે આ કેસમાં પાકિસ્તાન દ્વારા કાનૂની પ્રક્રિયાને ફોલો નથી કરવામાં આવી. અને આ વાતને ભારત જાણી જોઇને કરવામાં આવતી હત્યાના રૂપમાં જોશે. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતીય ઉચ્ચઆયોગને તે વાતની પણ જાણકારી નથી આપી કે જાધવનું ટ્રાયલ શરૂ થયું છે. એટલું જ નહીં ભારતમાં પણ અનેક લોકો જાધવની મોતની સજાને લઇને નાખુશ છે.

English summary
India summoned Pakistan High Commissioner Abdul Basit on after Pakistan awarded death sentence to Kulbhushan Jadhav.
Please Wait while comments are loading...