For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India Tv-IPSOS EXIT POLL: દિલ્હીમાં ફરી એકવાર AAPની સરકાર, ભાજપ આપશે ટક્કર

India Tv-IPSOS EXIT POLL: દિલ્હીમાં ફરી એકવાર AAPની સરકાર, ભાજપ આપશે ટક્કર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 પૂરી થયા બાદ હવે એક્ઝિટ પોલના પરિણામ સામે આવી રહ્યા છે. દિલ્હી ચૂંટણીને લઈ અલગ-અલગ ટીવી ચેનલો અને એજન્સીઓએ એક્ઝિટ પોલના પરિણામ જાહેર કર્યા છે. ઈન્ડિયા ટીવી-આઈપીએસઓએસ એક્ઝિટ પોલના પરિણામ ઈશારો કરી રહ્યો છે કે એકવાર ફરીથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે.

Delhi Assembly Elections 2020

એક્ઝિટ પોલ મુજબ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે. અરવિંદ કેજરીવાલ ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી બની શકે છે. India Tv IPSOS એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 44 સીટ મળી શકે છે. જ્યારે ભાજપને 26 સીટ મળી શકે છે, અને કોંગ્રેસ ખાતું પણ ખોલી શકે તેમ નથી. ઈન્ડિયા ટીવીના આ એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમી દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 9 સીટ મળી શકે છે જ્યારે ભાજપને એક સીટ મળી શકે છે જ્યારે ઉત્તર પશ્ચિમી દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 8 સીટ મળી શકે છે જ્યારે ભાજપના ખાતામાં 2 સીટ આવી શકે છે. જો કે આ માત્ર અનુમાન છે. ચૂંટણીના પરિણામનો લાંબો ઈંતેજાર નથી.

વર્ષ 2015માં જબરદસ્ત જીત હાંસલ કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વધુ એક કાર્યકાળ હાંસલ કરવાની કોશિશમાં છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીએ 2015ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 70-67 સીટ પર જીત હાંસલ કરી હતી, અને શેષ ત્રણ સીટો ભાજપના ખાતામાં ગઈ હતી. તે સમયે દિલ્હી ઈલેક્શનમાં કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલ્યું, જ્યારે 1998થી 2013 સુધી અહીં કોંગ્રેસે સતત 15 વર્ષ સુધી રાજ કર્યું હતું.

Delhi Exit Poll Results 2020: કેજરીવાલની બનશે સરકાર પણ સીટમાં ઘટાડોDelhi Exit Poll Results 2020: કેજરીવાલની બનશે સરકાર પણ સીટમાં ઘટાડો

English summary
India Tv-IPSOS EXIT POLL: AAM Admi party winning with majority
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X