પૂના ટેસ્ટઃ 1લા દિવસે ઑસ્ટ્રેલિયાએ બનાવ્યા 256 રન, ઉમેશે લીધી 4 વિકેટ

Written By:
Subscribe to Oneindia News

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ મેચ નો આજે પહેલો દિવસ હતો. આ મેચનો સ્કોર અને મુખ્ય અંશો જાણો અહીં..

test match
  • મિશેલ સ્ટાર્ક(નોટઆઉટ 57)ની મદદથી ઑસ્ટ્રેલિયાએ પહેલા દિવસે 9 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા છે.
  • 205 રન પૂરા થતાં ઑસ્ટ્રેલિયા પોતાની 9 વિકેટ ગુમાવી ચૂકી હતી, પરંતુ સ્ટાર્ક એ જોસ સાથે મળીને દસમી વિકેટ માટે 51 રનોની ભાગીદારી નોંધાવી.
  • આજની મેચમાં ઑસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
  • ઑસ્ટ્રેલિયાએ પહેલા ચરણમાં 1 વિકેટ ગુમાવી 82 રન ફટકાર્યા હતા, મેટ રેનશૉએ 68 અને ડેવિડ વોર્નરે 38 રન ફટકાર્યા હતા.
  • કપ્તાન સ્ટિવસ્મિથ(27), પીટર હેડ્સકૉમ્બ(22) અને શૉન માર્શ અપેક્ષા કરતાં ઘણા જલ્દી આઉટ થઇ ગયા હતા.
  • ભારતીય ટીમ તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
  • રવિચંદ્રન અશિવન તથા રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટો લીધી હતી, જ્યારે જયંત યાદવે એક વિકેટ લીધી હતી.
  • આજે પહેલી વાર પૂનાના સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાઇ હતી.
  • ભારતીય ટીમમાં આજે એક પરિવર્તન કરવામાં આવ્યું હતું, બોલર ભુવનેશ્વર કુમારના સ્થાને સ્પિન ઓલરાઉન્ડર જયંત યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

ટીમઃ

ભારત - મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા

ઑસ્ટ્રેલિયા - ડેવિડ વાર્નર, મેટ રેનશૉ, શૉન માર્શ, સ્ટિવન સ્મિથ, પીડર હૈંડ્સકૉમ્બ, મિશ્લ માર્શ, મેથ્યૂ વેડ, મિશેલ સ્ટાર્ક, સ્ટીવ ઓફિક, નેથન લૉયન, જોસ હાજલેવુડ.

English summary
Maharashtra Cricket Association Stadium Pune is all in readiness to host its first ever Test as Virat Kohli-led India take on Steve Smith’s Australia in the first of four-Test series.
Please Wait while comments are loading...