For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસરો પ્રમુખ બોલ્યા, 2022 સુધી માનવને અંતરિક્ષમાં મોકલશે ભારત

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) 2022 માં પહેલી વાર મનુષ્યને અંતરિક્ષમાં મોકલશે.

|
Google Oneindia Gujarati News

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) 2022 માં પહેલી વાર મનુષ્યને અંતરિક્ષમાં મોકલશે. જ્યારે ઈસરોની ચંદ્રયાન 2 પરિયોજના આગામી વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે. ગુરુવારે ડીડીયુ ગોરખપુર વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારંભમાં ઈસરોના પ્રમુખ કૈલાશવાદિવુ સીવને કહ્યુ કે અમે મનુષ્યને અંતરિક્ષમાં મોકલવાની સમય સીમા નક્કી કરી દીધી છે. 2021 ના અંતમાં કે પછી 2022 ની શરૂઆતમાં તે બની શકે છે. તેમણે કહ્યુ કે ચંદ્રયાન-2 કે જે આગામી વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ચંદ્ર પર મોકલવામાં આવશે.

આ પણ વાંચોઃ યૌન શોષણના આરોપ બાદ ગૂગલે 13 સીનિયર સ્ટાફ સહિત 48ની કરી હકાલપટ્ટીઆ પણ વાંચોઃ યૌન શોષણના આરોપ બાદ ગૂગલે 13 સીનિયર સ્ટાફ સહિત 48ની કરી હકાલપટ્ટી

isro

ચંદ્રયાન-2 ને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યુ છે કે તે આરામથી ચંદ્ર પર ઉતરી જાય અને અનુસંધાન માટે ઘણી સામગ્રી ભેગી કરી શકે. તેમણે કહ્યુ કે ઈસરો આગામી 6 મહિનામાં 3 થી 6 મિશનને અંજામ આપશે. જેમાં કમ્યુનિકેશન, નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન જેવા ઘણા મિશન શામેલ છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ ઈસરો અંતરિક્ષમાં ચાર સંચાર ઉપગ્રહોનો મોકલવા પર કામ કરી રહ્યુ છે. કે જે ગ્રામીણ અને અંતરિયાળ ક્ષેત્રોમાં 100 જીબીપીએસની ઉચ્ચ ડેટા કનેક્ટિવિટી પ્રદાન કરાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જેમાંથી એક સેટેલાઈટને આ વર્ષની શરૂઆતમાં મોકલી પણ દેવામાં આવ્યુ છે. જ્યારે બચેલા ત્રણ સેટેલાઈટને નવેમ્બર, ડિસેમ્બર અને આગલા વર્ષની શરૂઆતમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચોઃ JNUના છાત્રસંઘ અધ્યક્ષ કન્હૈયા કુમાર બિહારમાં હશે CPIનો ચહેરોઆ પણ વાંચોઃ JNUના છાત્રસંઘ અધ્યક્ષ કન્હૈયા કુમાર બિહારમાં હશે CPIનો ચહેરો

તેમણે કહ્યુ કે દેશની 75 ટકાથી વધુ વસ્તી અંતરિયાળ વિસ્તારોમાં રહે છે એટલા માટે વિવિધ સેવાઓ પ્રદાન કરવા માટે અંતરિક્ષ પ્રોદ્યોગિકી માટે સલાહ આપવામાં આવે છે. ઈસરોના અધ્યક્ષે કહ્યુ કે જો કે ભારતીય વિશ્વવિદ્યાલયોમાંથી બહાર નીકળતા બધા સંભવિત એન્જિનિયરોની ભરતી માટે ભારતની મુખ્ય અંતરિક્ષ એજન્સી માટે આ સંભવ નહોતુ. તેમછતા તે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો પર કામ કરી રહ્યુ હતુ જેથી તે ઉષ્મા અને સંશોધન કેન્દ્રોના માધ્યમથી પોતાની ક્ષમતાને વધારી શકે. તેમણે કહ્યુ કે ઈસરો યુવા એન્જિનિયરોને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં છ ઉષ્મા કેન્દ્ર, અનુસંધાન કેન્દ્ર અને સંશોધન દ્વારા રાષ્ટ્રની સેવા કરવાનો અવસર પ્રદાન કરવા માટે તૈયાર છે.

English summary
India will send human for the first time in space by 2022, says ISRO Chief Kailasavadivoo Sivan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X