For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'જાનેમન' ગર્લ એમિલી શાહે જીત્યો મિસ ન્યૂ જર્સી અમેરિકાનો ખિતાબ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 25 ઓક્ટોબર: ભલે મિસ અમેરિકા નીના દાવુલુરીની ચૂંટણી વખતે અને ચૂંટણી બાદ વંશીય ટિપ્પણી થઇ હોય અને તેના પર વિવાદ થયો હોય પરંતુ આ બધી બાબયોથી સૌદર્ય સ્પર્ધા ઘણી દૂર છે જેનું તાજુ ઉદાહરણ છે 18 વર્ષીય એમિલી શાહ જેમને મિસ ન્યૂ જર્સી અમેરિકા 2014ને જીતી નવો ઇતિહાસ રચ્યો છે. તમને જણાવી દઇએ કે એમિલી શાહ પણ ભારતીય મૂળની છે. આ ખિતાબ પોતાના નામે કરવા માટે એમિલી શાહે પોતાના માટે મિસ અમેરિકા અને મિસ યૂનિવર્સ સ્પર્ધા માટે પોતાની ટિકટ કપાવી લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એમિલી શાહે મિસ ન્યૂ જર્સી અમેરિકા 2014નો ખિતાબ 130થી વધુ સ્પર્ધકોને પછાડીને પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર એમિલી શાહ સૌથી નાની ઉંમરની સ્પર્ધક હતી.

emily-shah

તમને જાણીને આશ્વર્ય થશે કે ભલે એમિલી શાહ અમેરિકાની સૌદર્ય સ્પર્ધા માટે એક નવો ચહેરો હોય પરંતુ બૉલીવુડ અને હૉલીવુડની ફિલ્મો માટે તે નવી નથી. એમિલી શાહને લોકો અભિનેતા નસરૂદ્દીન શાહ સાથે હૉલીવુડ ફિલ્મ ધ ગ્રેટ ન્યૂ વંડરફૂલમાં તો રિતેશ દેશમુખ સાથે આઉટ ઑફ કન્ટ્રોલમાં, સૈફ અલી ખાન સાથે તારા રમ પમ પમ તથા સલમાનની સાથે જાનેમન ફિલ્મમાં જોઇ ચૂક્યાં છો. આટલું જ નહી એમિલી શાહના પપ્પા પ્રશાંત શાહ બૉલીવુડ ફિલ્મોના નિર્માણ કંપનીઓ સાથે જોડાયેલા છે જેમાં ફિલ્મ મેકર કરણ જોહર, રાકેશ રોશન અને શાહરૂખ ખાનની મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.

ખિતાબ જીત્યા બાદ એમિલી શાહે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે પોતાનું ધ્યાન આગામી સૌદર્ય સ્પર્ધામાં લગાવી રહી છે. હાલમાં તે એક હૉલીવુડની ફિલ્મમાં વ્યસ્ત છે. ત્યારબાદ બૉલીવુડની ફિલ્મો તરફ વળશે.

English summary
Eighteen-year-old Indian-American Emily Shah has won Miss New Jersey USA 2014 title, following in the footsteps of Nina Davuluri, who was crowned Miss America recently. Emily would now compete for Miss America and Miss Universe titles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X