For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખ પર બોલ્યા સેના પ્રમુખ - શાંતિપૂર્ણ સમાધાનની આશા પરંતુ કોઈ પણ સ્થિતિ માટે સેના તૈયાર

સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે ભારતીય સેનાની વાર્ષિક પ્રેસ કૉનફરન્સને સંબોધિત કરી. જાણો તેમણે શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

General MM narvane PC: નવી દિલ્લીઃ સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે ભારતીય સેનાની વાર્ષિક પ્રેસ કૉનફરન્સને સંબોધિત કરી. જેમાં તેમણે કહ્યુ કે ગયુ વર્ષ પડકારોથી ભરેલુ રહ્યુ. અમારે આ પડકારોનો સામનો કરવાનો હતો અને આગળ વધવાનુ હતુ. આપણે આમ જ કર્યુ અને આગળ આવી ગયા. આપણી સામે મોટો પડકાર કોવિડ-19 અને દેશની ઉત્તર સીમાએ હતો.

narvane

સેના પ્રમુખે કહ્યુ કે અમે દેશની ઉત્તર સીમાએ સંપૂર્ણપણે સતર્ક છે અને એક આદર્શ સ્થિતિ જાળવી રાખી છે. અમે એક શક્તિશાળી સમાધાનની આશા રાખી રહ્યા છે પરંતુ કોઈ પણ ઘટનાને પૂરી કરવા માટે તૈયાર છે. સેનાના આધુનિકીકરણ પર બોલતા સેના પ્રમુખે કહ્યુ કે ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સેનાને ટેકનિકલ રીતે વિકસિત કરવા માટે વ્યાપક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બધા ટેકનિકોને સેના સાથે જોડવામાં આવશે.

નરવણેએ પાકિસ્તાન વિશે કહ્યુ કે પાકિસ્તાને સતત આતંકવાદને પ્રોત્સાહન આપવાનુ ચાલુ રાખ્યુ છે. આપણી પાસે આતંક માટે ઝીરો ટોલરન્સ છે. આપણે જવાબ આપવા માટે સમય અને સ્થળ જાતે પસંદ કરીએ છે અને આપણે એ સ્પષ્ટ સંદેશ બૉર્ડર પાસે મોકલી દીધો છે. પાકિસ્તાન અને ચીન મળીને એક શક્તિશાળી જોખમ પેદા કરી શકે છે અને બંનેની મિલીભગતનો ઈનકાર કરી શકાય નહિ.

તિબેટમાં ચીનની તાકાત વિશે પણ સેના પ્રમુખે વાત કરી. દર વર્ષે પીએલએના સૈનિક પારંપરિક પ્રશિક્ષણ ક્ષેત્રોમાં આવે છે. ઠંડીમાં અને પ્રશિક્ષણ સમય પૂરો થવા સાથે, પ્રશિક્ષણ ક્ષેત્રોને ખાલી કરી દેવામાં આવ્યા છે. જે સૈનિક તિબેટ પઠારમાં અંતરિયાળ ક્ષેત્રોમાં હતા તે પાછા જતા રહ્યા છે માટે એ માનવામાં આવી રહ્યુ છે કે પઠાર પર સૈનિકોમાં ઘટાડો થયો છે. તેમણે આગળ કહ્યુ કે જ્યાં સુધી તણાવવાળા ક્ષેત્રોની વાત છે એ વિસ્તારોમાં ના તો ચીન તરફથી ના આપણા તરફથી તાકાતમાં કોઈ કમી થઈ નથી.

સેના પ્રમુખે જણાવ્યુ કે જો કે આ વખતે વધુ ઉંચાઈવાળા વિસ્તારોમાં વધુ સૈનિક તૈનાત છે પરંતુ ઠંડીના કારણે સૈનિકોના મોત મામલે સ્થિરતા છે. ગયા વર્ષે આ 0.13 ટકા હતી અને આ વર્ષે 0.15 ટકા છે. વાતચીત અંગે જનરલ નરવણેએ જણાવ્યુ કે ભારત અને ચીન વચ્ચે પરસ્પર અને સુરક્ષાના મુદ્દે વાતચીત ચાલુ રહેશે. મને વિશ્વાસ છે કે અમે આ મુદ્દાને ઉકેલવામાં સક્ષમ રહીશુ.

ગુજરાતઃ બર્ડ ફ્લુના કેસોના પગલે કરુણા અભિયાન માટે SOP જાહેરગુજરાતઃ બર્ડ ફ્લુના કેસોના પગલે કરુણા અભિયાન માટે SOP જાહેર

English summary
Indian Army Chief general Narvane address annual press conference
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X