
ભારતીય સેના માટે 40 હજાર કરોડના નવા હથિયારોની ખરીદી
ભારતીય સેનાએ અત્યાર સુધીની પોતાની સૌથી મોટી હથિયાર ખરીદ યોજનાઓમાંથી એકને મંજૂરી આપી દીધી છે. ભારતીય સેનાએ શુક્રવારે 40 હજાર કરોડ રૂપિયાના હથિયાર ખરીદવાના પ્રસ્તાવ મંજૂરી આપી હતી. સેનાએ પોતાના તમામ જૂના હથિયાર બદલવાનો નિર્ણય કર્યો છે. મળી માહિતી અનુસાર, સેનાએ 7 લાખ રાઇફલ્સ, 44 હજાર એમએલજી મશીન ગન અને 44,600 કાર્બાઇન્સ ખરીદવાની યોજનાને મંજૂરી આપી છે. સેનાએ આ પ્રસ્તાવ રક્ષા મંત્રાલયને મોકલી આપ્યો છે. સીમા પર ચીન અને પાકિસ્તાન સામે વધતા વિવાદો અને અથડામણોને ધ્યાનમાં રાખતા ભારતીય સેના પર આ પ્રસ્તાવને મંજૂર કરવાનું દબાણ પહેલેથી હતું.
વિદેશોમાં આ હથિયારોની ખરીદદારી સાથે રક્ષા મંત્રાયલે ડીઆરડીઓ ને સેના માટે લાઇટ મશીન ગન જેવા નાના અને યુદ્ધની સ્થિતિમાં પ્રભાવી હથિયારોને પોતાના સ્તર પર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. હથિયારોની આ ખરીદી માટે આગલા કેટલાક દિવસોમાં રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન જાહેર થશે. સુરક્ષા મંત્રાલયે હાલમાં જ ફીલ્ડ ટ્રાયલ પછી 7.62 કેલિબર ગન્સના એક જ વેન્ડર વેચવા પર ખરીદીનો પ્રસ્તાવ રદ્દ કર્યો હતો. સેના સૌથી પહેલા શરૂઆતમાં 10 હજાર લાઇટ મશીન ગન ખરીદશે, જેને સીમા પર ફરજ બજાવતા સૈનિકો ખૂબ સરળતાથી ચલાવી શકશે. સાથે જ સેનાએ 7.62 એમએમ રાઇફલ માટે પણ હા પાડી છે. સૂત્રો અનુસાર, સેનાના આ પ્રસ્તાવને રક્ષા મંત્રાલય તરફથી જલ્દી મંજૂરી મળી શકે છે.