For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં ઘૂસવા માટે તૈયાર હતી સેના!

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં ઘૂસવા માટે તૈયાર હતી સેના!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 26 ફેબ્રુઆરીએ થયેલ બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ઈન્ડિયન આર્મી પાકિસ્તાન તરફથી આવતી કોઈપણ પ્રતિક્રિયા માટે સંપૂર્ણપણે તૈયાર હતી. સેનાના સૂત્રો તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી છે. સૂત્રો મુજબ એરસ્ટ્રાઈકના પ્લાનિ્ંગના સમયે જ આ વાતની પણ યોજના બનાવી લેવામાં આવી હતી કે પાકિસ્તાન સેનાએ કોઈપણ પ્રકારનું દુસ્સાહસ દેખાડવાની કોશિશ કરી તો પછી ઈન્ડિયન આર્મી તેનો જવાબ આપશે. સેના, પાક આર્મીથી નિપટવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી.

જનરલ રાવતે ખુદ જાણકારી આપી

જનરલ રાવતે ખુદ જાણકારી આપી

આ વાત ખુદ આર્મી ચીફ જનરલ બિપિન રાવતે એવા સમયે આપી જ્યારે તેઓ સોમવારે રિટાયર થઈ રહેલ ઑફિસર્સના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. જનરલ રાવત મુજબ તેમણે કેન્દ્રને જણાવ્યું હતું કે સેના પાકિસ્તાનની સીમામાં ઘૂસી તેમને જવાબ આપવા માટે તૈયાર છે. 26 ફેબ્રુઆરીએ ઈન્ડિયન એરફોર્સના મિરાજ 2000 ફાઈટર જેટ્સ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બાલાકોટમાં દાખલ થયાં હતાં. આ જેટ્સે જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને નિશાન બનાવ્યા હતા.

પાકિસ્તાન એરફોર્સના જેટ કાશ્મીર પહોંચ્યા

પાકિસ્તાન એરફોર્સના જેટ કાશ્મીર પહોંચ્યા

બાલાકોટ હવાઈ હુમલો 14 ફેબ્રુઆરીએ થયેલ પુલવામા આતંકી હુમલાનો જવાબ હતો. બાલાકોટના આગામી દિવસે પાકિસ્તાન એરફોર્સના જેટ્સ જમ્મુ-કાશ્મીરના રાજૌરીના સુંદરબનીમાં દાખલ થયાં હતાં. આ જેટ્સનો ઉદ્દેશ્ય ભારતીય સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવાનો હતો. પરંતુ આઈએએફના જેટ્સે તેમની યોજનાને સંપૂર્ણપણે વિફળ બનાવી દીધી. સેનાના એક ઑપિસર તરફથી જણાવવામાં આવ્યું કે 'સરકાર જ્યારે બીજા વિકલ્પો તલાશી રહી હતી ત્યારે તેમણે આર્મી ચીફને સેનાની તૈયારી વિશે પૂછ્યું હતું. આર્મી ચીફે સરકારને આ વાતની જાણકારી આપી હતી કે અમે કોઈપણ પ્રકારના દુસ્સાહસથી નિપટવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.'

કોઈપણ હાલાત માટે સેના તૈયાર

કોઈપણ હાલાત માટે સેના તૈયાર

આ ઑફિસરે વધુમાં જણાવ્યું કે સેના પ્રમુખે સરકારને આ વાતની સૂચના પણ આપી હતી કે વર્ષ 2016માં ઉરી આતંકી હુમલાને જોતા સેનાએ કોઈપણ ઈમરજન્સી હાલાતથી નિપટવા માટે જરૂરી દારુગોળા એકઠા કરી લીધા છે. ઉરી આતંકી હુમલા બાદ સેનાએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. ઉરી હુમલામાં 19 જવાન શહીદ થઈ ગયા હતા.

<strong>કાશ્મીરના બદલતા હાલાત વચ્ચે પાક. સરકારે સેના પ્રમુખ બાજવાનો કાર્યકાળ વધાર્યો </strong>કાશ્મીરના બદલતા હાલાત વચ્ચે પાક. સરકારે સેના પ્રમુખ બાજવાનો કાર્યકાળ વધાર્યો

English summary
indian army was ready to enter in pakistan after balakot air strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X