For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસના રૂપે 'એક્ટ ઑફ ગૉડ'નો સામનો કરી રહી છે દેશની અર્થવ્યવસ્થાઃ નિર્મલા સીતારમણ

કોરોના વાયરસના રૂપે 'એક્ટ ઑફ ગૉડ'નો સામનો કરી રહી છે દેશની અર્થવ્યવસ્થાઃ નિર્મલા સીતારમણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે ગુરુવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મહામારીને એક્ટ ઑફ ગોડ જણાવી. નાણા મંત્રીએ 41મી જીએસટી કાઉંસિલ બેઠક દરમિયાન દેશની અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસના પ્રભાવની ચર્ચા કરતા આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, આપણે વર્તમાન સમયમાં અસાધારણ સ્થિતિન સામનો કરી રહ્યા છીએ. કોરોના વાયરસનો કહેર દેશની અર્થવ્યવસ્થા પર એક અસાધારણ 'એક્ટ ઑફ ગૉડ' ના રૂપમાં તૂટી પડ્યો છે. આ મહામારીને કારણે આ વર્ષ આર્થિક વૃદ્ધિ ઘટી શકે છે.

nirmala sitharaman

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જીએસટી પરિષદની બેઠક દરમિયાન ચાલૂ નાણાકીય વર્ષમાં રાજ્યોની ક્ષતિપૂર્તિ આપવાના બે વિકલ્પો પર ચર્ચા થઈ. રાજ્યોએ વિકલ્પો વિશે વિચારવા માટે 7 દિવસનો સમય માંગ્યો હતો. એપ્રિલ- જુલાઈ 2020 દરમ્યાન કુલ જીએસટી 1.5 કરોડ રૂપિયા રહ્યું, કેમ કે એપ્રિલ અને મે મહિનામાં જીએસટી સંગ્રહ નહોતું થઈ શક્યું. જીએસટી કાઉંસિલ વ્યવસ્થા પર સહમત થઈ જાય છે તો આપણે બાકી રાશિને તેજીથી નિપટાવી શકીએ છીએ અને આગળના નાણાકીય વર્ષનું પણ ધ્યાન રાખી શકીએ છીએ. તેમણે કહ્યું કે, આ વિકલ્પ માત્ર આ વર્ષ માટે ઉપલબ્ધ થશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે જલદી જ વધુ એક બેઠક કરવામાં આવી શકે છે.

જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉંસિલની બેઠક બાદ નાણા સચિવ અજય ભૂષણ પાંડેયે રાજ્યોના જીએસટી વળતરને લઈ કહ્યુ કે કોરોના મહામારીને પગલે જીએસટી કલેક્શન આ વર્ષે ઘણું પ્રભાવિત થયું છે. જીએસટી કંપેનસેશન કાનૂન મુજબ રાજ્યોને ક્ષતિપૂર્તિ આપવાની જરૂરત છે. પાંડેયે કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં અત્યાર સુધી જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાની કમી આવી છે. આમાંથી માત્ર 97 હજાર કરોડ રૂપિયાની કમી જીએસટીના ક્રિયાન્વયનના કારણે થઈ છે. બાકી નુકસાન મહામારીના કારણે થયું. તેમણે કહ્યું કે જુલાઈ 2017થી જૂન 2022ના ટ્રાન્ઝેક્શન પીરિયડ માટે જીએસટી ક્ષતિપૂર્તિ ચૂકવણી કરવામાં આવશે.

આંતરિક ચૂંટણી ના થઈ તો કોંગ્રેસે 50 વર્ષ વિપક્ષમાં બેસવું પડશેઃ ગુલામ નબી આઝાદઆંતરિક ચૂંટણી ના થઈ તો કોંગ્રેસે 50 વર્ષ વિપક્ષમાં બેસવું પડશેઃ ગુલામ નબી આઝાદ

English summary
indian economy facing act of god says nirmala sitharaman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X