For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને તમારી મદદની જરૂર છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 માર્ચ: આજે, એક ટેબ દબાવતા દુનિયાભરની માહિતી તમને તમારા મોબાઇલ પર મળી જાય છે. દર મહિને, 60 લાખથી પણ વધુ લોકો મોબાઇલ દ્વારા ઇન્ટરનેટનો પહેલીવાર ઉપયોગ કરે છે. તે વાતમાં કોઇ શક નથી કે આવનારા થોડાક વર્ષોમાં સંપૂણ ભારત મોબાઇલ ઇન્ટનેટ ઉપભોક્તા બની જશે. આ આંકડાને જોતા પ્રધાનમંત્રી કાર્યાલયે જનલોકો સુધી પહોંચવા મોબાઇલ એપનો સહારો લેવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં આ એપના નિર્માણ માટે એક હરિફાઇનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેની જહેરાત ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં કરી હતી.

modi

જો તમે એક એપ એક્સપર્ટ હોવ તો નરેન્દ્ર મોદીને ખરેખરમાં તમારી જરૂર છે. એટલું જ નહીં આ હરિફાઇનું આયોજન ગૂગલ અને માય જીઓવી ડોટએ મળીને કર્યું છે.
નોંધનીય છે કે ડિજિટલ ઇન્ડિયાના પ્રધાનમંત્રીના વિચારને પણ આ એપ દ્વારા વેગ મળશે.

હરિફાઇથી જોડાયેલી કેટલીક માહિતી :

  • પ્રથમ ચરણ: આ એપનું પહેલુ ચરણ હશે આડિયાનું. જેમાં 12 માર્ચથી પહેલા પહેલા લોકોને આ એપને બનાવા માટે પોતાનો વિચાર રજૂ કરવા પડશે.
  • જો તમારી પાસે આ એપને બનાવા માટે કોઇ આઇડિયા હોય તો તમે www.mygov.in પર પોતાનું એકાઉન્ટ બનાવી આ અંગે વિધિવત માહિતી આપી શકો છો.
  • બીજુ ચરણ : પ્રથમ ચરણ બાદ ડેવલોપર્સ ટીમોને આમંત્રિત કરવામાં આવશે અને તેમને નક્કી કરેલ આઇડિયા પર એપનું બ્લૂપ્રિન્ટ બનાવી પીએમ કાર્યલયમાં મોકલાવાનું રહેશે.
  • ભાગ લેનાર તમામ ટીમો માંથી સર્વશ્રેષ્ઠ બ્લૂપ્રિન્ટ વાળી પાંચ ટીમોને એપ બનાવાનો મોકો આપવામાં આવશે. જેમાં ગૂગલ ઇન્ડિયાના ટેક એક્પસ્ટ આ લોકોની મદદ કરશે.

આમાંથી સૌથી શ્રેષ્ઠ એપની પસંદગી એક સ્વતંત્ર જ્યૂરી દ્વારા કરવામાં આવશે. અને ત્યારબાદ આ એપ પીએમઓ ઓફિસનું અધિકૃત એપ બની જશે.

English summary
India is going mobile. Every month, more than 6 million people are accessing the Internet for the very first time, through their mobile device.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X