કારમાં બેસવાના જ હતા ભાજપના નેતા કે ત્યારે જ તેમાંથી અજગર નિકળ્યો
કારમાં બેસવાના જ હતા ભાજપના નેતા કે ત્યારે જ તેમાંથી અજગર નિકળ્યો
રાંચીઃ ઝારખંડના સરાયકેલામાં ભાજપના નેતા મનોજ કુમાર સાથે એક એવી ઘટના બની જેનાથી તેમની હાલત ટાઈટ થઈ ગઈ. જણાવી દઈએ કે ભાજપના નેતા ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા હતા અને ત્યારે જ તેમની કારમાંથી એક વિશાળકાય અજગર નિકળ્યો. ભાજપના નેતાની કારમાંથી અજગર નિકળતાં અફરાતફરી મચી જવા પામી હતી. જોતજોતામાં અહીં ભારે ભીડ એકઠી થવા લાગી હતી.

ભાજપના નેતા ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા હતા
જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતા મનોજ કુમાર કોઈ કામના સિલસિલામાં પોતાની ઈન્ડિગો ગાડીથી ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે જ તેમના ડ્રાઈવરે કારના પૈડાં પાસે અજગર લપેટાયેલો જોયો. જેની જાણખારી તરત ભાજપના નેતાને આપવામાં આવી. ભાજપના નેતાએ વિન વિભાગને આ મામલાની જાણકારી આપી. સૂચના મળતાં જ વન વિભાગની ટીમ ભાજપી નેતાના ઘરે પહોંચી ગઈ હતી. દરમિયાન ઘટના સ્થળે ભીડ એકઠી થવા લાગી હતી.

કારના પૈડાં નીચે લપેટાયેલો હતો અજગર
વન વિભાગની ટીમે જોયું કે ઈન્ડિયન રૉક પાઈથન કારના ટાયર નીચે લપેટાયેલો હતો. જે બાદ તેમણે અજગરને બહાર કાઢવાની કોશિશ શરૂ કરી દીધી. ઘણા સમયની કોશિશો બાદ એક સ્નેક કેચરે અજગરને કારના પૈડાંમાંથી કાઢી જંગલમાં છોડી દીધો.

અજગરને જંગલમાં છોડી દીધો
પ્રતાપગઢના કટરા રોડના એંજલ્સ સ્કૂલ પાસે ચૌદ ફીટ લાંબો અજગર જોઈ સૌકોઈ દહેશતમાં આવી ગયું. આ 14 ફીટના અજગરને કોઈ રીતે લોકોએ પકડ્યો અને તેને થેલીમાં બંધ કરી જંગલમાં છોડી દીધો. આ અજગરને પકડતી વખતે કોઈએ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના જ હાપુડી અને ગુરખપુરમાં સાપ નિકળવાથી હડકંપ મચ્યો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
