કોરોનાના કારણે આર્થિક ભીંસમાં આવી જતા ભારતીયો વેચી રહ્યા છે સોનુ
કોરોનાના કારણે લાખો લોકોની નોકરી જતી રહી છે અને દેવાદાર થઈ ગયા છે. આર્થિક ભીંસમાં આવી જતા ભારતીયો સોનુ વેચી રહ્યા છે.
કોરોનાના કારણે લાખો લોકોની નોકરી જતી રહી છે અને દેવાદાર થઈ ગયા છે. આર્થિક ભીંસમાં આવી જતા ભારતીયો સોનુ વેચી રહ્યા છે. ઘણા ભારતીયો તેમના અંતિમ આશ્રય એવા સોના કે સોનાના દાગીના વેચીને પોતાની આર્થિક તંગી દૂર કરી રહ્યા છે. ગ્રામીણ ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર જોવા મળ્યો હતો જેના કારણે અર્થતંત્ર અને આવક પર ઘણો મોટો ફટકો પડ્યો છે.
Recommended Video


સોના પર લોન આપતી દેશની અગ્રણી મન્નપુરમ ફાઈનાન્સ લિમિટેડે માર્ચથી ત્રણ મહિનામાં 404 કરોડ રૂપિયાના સોનાની હરાજી કરી હતી. તેના આગળના 9 મહિનામાં ફક્ત 8 કરોડ રૂપિયાના સોનાની હરાજી થઈ હતી. જે લોકોએ મન્નપુરમ પાસેથી લોન લીધી હતી તેમાં રોજનુ કમાતા લોકો, નાના વેપારીઓ અને ખેડૂતો હતા જેઓ પોતાની લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ આર્થિક મંદી અને કોરોના મહામારીના કારણે ભારતીયોએ સોનાની ખરીદી પર કાપ મૂક્યો છે. છેલ્લા 2 દાયકામાં સોનાની સૌથી ઓછી ખરીદી વર્ષ 2020માં થઈ હતી. જો કે મેટલ સ્પોક્સના સ્ટેટના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષની સોનાની ખરીદીની સરખામણીમાં આ વર્ષે 40%નો ઉછાળો આવી શકે છે.












Click it and Unblock the Notifications
