For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LOC પર ગોળીઓનો વરસાદ, 25 તારીખે થશે ભારત-પાક. વાતચીત

|
Google Oneindia Gujarati News

indo-pak
નવી દિલ્હી, 24 જુલાઇ: ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવોની વચ્ચે 25 ઓગસ્ટના રોજ ઇસ્લામાબાદમાં બેઠક યોજાવાની છે. આ બેઠકો બંને દેશોની વચ્ચે અવરોધાયેલી શાંતિ વાર્તા પ્રક્રિયાને શરૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. બે મહીના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની વચ્ચે થયેલી મુલાકાત બાદ આ બેઠક થઇ રહી છે.

બેઠકનું સ્થળ અને તારીખ બુધવારે ભારતની વિદેશ સચિવ સુજાતા સિંહ અને તેના પાકિસ્તાની સમકક્ષ અઝીઝ અહમદની વચ્ચે ટેલીફોન પર થયેલી વાતચીતમાં નક્કી કરવામાં આવી. મોદીની શપથગ્રહણ વિધિના એક દિવસ બાદ 27 મેના રોજ શરીફની સાથે વાતચીત થઇ હતી. જેમાં વિદેશ સચિવ સ્તરીય વાતચીતને ફરીથી કરવાની સહમતી બની હતી. નિયંત્રણ રેખા પર ગોળીબારી અને અન્ય ઘટનાઓ બાદથી આ વાર્તા બંધ રહી હતી.

પોતાની વાતચીત દરમિયાન સુજાતા સિંહ નિયંત્રણ રેખા પર મંગળવારે થયેલી ગોળીબારીનો મુદ્દો ઉઠાવ્યો જેમાં એક ભારતીય જવાન શહીદ થઇ ગયો હતો. અઝીઝ અહમદને કહ્યું કે આ પ્રકારની ઘટના શાંતિ પ્રક્રિયાને પટરી પરથી ઉતારી દે છે.

પ્રવક્તા અનુસાર, ભારતીય વિદેશ સચિવે જણાવ્યું કે ગોળીઓના અવાજની વચ્ચે સાર્થક વાતચીત ચાલુ રાખવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. સીમા અને નિયંત્રણ રેખા પર શાંતિ અને અક્ષોભની સ્થિતિ આંતરિક વિશ્વાસ સ્થાપવા માટે મહત્વપૂર્ણ ઉપાય છે.

English summary
India and Pakistan foreign secretaries meet on Aug 25 to 'relaunch' dialogue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X