For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર પાડવા ઇચ્છતા હતા યુપીએના એક નેતાઃ ગડકરી

By Super
|
Google Oneindia Gujarati News

Nitin-Gadkari
નવી દિલ્હી, 12 એપ્રિલઃ એક પ્રભાવશાળી નેતાએ યુપીએ સરકાર 2ને પાડવા માટે ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીની મદદ માંગી હતી. આ ખુલાસો નીતિન ગડકરીએ જાતે જ કર્યો છે. એક ખાનગી ચેનલને આપેલા તેમના આ પ્રકારના નિવેદનથી રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.

ગડકરીએ કહ્યું કે હું જે નેતાની વાત કરી રહ્યો છું તે, રાજકારણની એક મોટી હસ્તી છે અને તે એકલાં જ કેન્દ્ર સરકારને પાડવા માટે સક્ષમ છે. સાથે જ ગડકરીએ કહ્યું કે મે તેમના મદદના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.

જો કે, ગડકરીએ એ નેતાનું નામ જણાવ્યું નથી અને સાથે જ એ પણ નથી જણાવ્યું કે જો એ નેતા આટલા જ પ્રભાવશાળી નેતા છે તો પછી તેમણે સરકાર પાડવાનું પગલું હજુ સુધી ભર્યું કેમ નથી. પૂર્વ ભાજપ અધ્યક્ષે એ પણ નથી કે એ નેતાએ તેમનો સંપર્ક ક્યારે કર્યો હતો.

નોંધનીય છે કે અત્રે એ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે જો ગડકરીને એ વાતની ખબર હતી તો પછી તેમણે પહેલાં આ અંગે કેમ કંઇ ના કહ્યું અને સાથે જ હવે ગડકરી એ નેતાનું નામ કેમ લઇ રહ્યાં નથી.

English summary
Former BJP President Nitin Gadkari on Thursday said that an influential political leader had approached him, seeking help in pulling down the central government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X