ચૌટાલાએ તિહાડ જેલમાંથી મોબાઇલ ફોન પર આપ્યું ભાષણ

અજય ચૌટાલાએ 19-20 ફેબ્રુઆરીએ પોતાના પુત્રને મોબાઇલ ફોન કર્યો હતો તેને સમર્થકોને બોલાવી રાખ્યા હતા. અજય ચૌટાલાએ ત્યારબાદ તેમને સ્પીકર ફોન પર સંબોધિત કર્યા હતા.
વિમલા મેહરાએ કહ્યું હતું કે 'આ મામલામાં શનિવારે એક તપાસ ગોઠવવામાં આવી છે. અમે દરેક દ્રષ્ટિકોણથી આ કેસને જોઇ રહ્યાં છીએ. રિપોર્ટ મંગળવારે સોંપવામાં આવી શકે છે. જો અજય ચૌટાલા વિરૂદ્ધ આરોપો સાચા ઠરશે તો તેના વિરૂદ્ધ યોગ્ય પગલાં ભરવામાં આવશે. એક અન્ય જેલ અધિકારીએ કહ્યું હતું કે અજય સોનીપત જિલ્લામાં 20 ફેબ્રુઆરીએ પાંચ મિનિટ સુધી એક રેલીને સંબોધિત કરી હતી.
રેલીની ભીડ તેમના પુત્ર દુષ્યંતે એકઠી કરી હતી. અજય ચૌટાલાના સમર્થકોને જેલમાં બંધ પોતાના પિતાના સ્વાસ્થ્ય અંગે જણાવ્યું હતું તથા ગ્રામીણોના ખબર અંતર પુછ્યા હતા. બીજી તરફ ઓમપ્રકાશ ચૌટાલાએ પણ એક પત્ર લખ્યો હતો જેને રેલી દરમિયાના વાંચી સંભળાવવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રોહીણીની વિશેષ સીબીઆઇ કોર્ટે જેબીટી ભર્તી કેસમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલાને 10-10 વર્ષની સજા સંભળાવી છે. આ કેસમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી તથા ઇન્ડિયન નેશનલ લોકદળના અધ્યક્ષ ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલા સહિત 55 લોકો દોષી સાબિત થયા છે.












Click it and Unblock the Notifications
