ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા અંદરના લોકો દ્વારા મદદ: કેજરીવાલ

કેજરીવાલે જણાવ્યા પ્રમાણે તેને સરકારના મોટા અધિકારી, કોર્પોરેટ લોકો, એનજીઓ અને રાજકીય પાર્ટીઓ અંગે માહિતી મેળવી રહ્યાં છે. આઇએસી નેતાએ કહ્યું છે કે તે અને તેમની ટીમ ઘણા ભ્રષ્ટ નેતાઓ અને તેમના ડબલ ડિજિટને ઉઘાડા પાડશે. એક સમાચાર પત્ર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તમામ પ્રકારની માહિતી તેમને મળી રહી છે.
તેમણે કહ્યું કે અન્ય મહત્વના મંત્રીઓ પણ આઇએસીના હિટ-લિસ્ટમાં છે, જેમના અંગે વારાફરતી ખુલાસો કરવામાં આવશે.
કેજરીવાલ કે જેઓ તાજેતરમાં જ રાજકારણમાં જોડાયા છે. તેઓ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા વિરુદ્ધ જમીન કૌભાંડનો ખુલાસો કરીને તથા કેન્દ્રીય કાયદા મંત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવીને રાજકીય ક્ષેત્રે ધમાલ મચાવી દીધી છે. વાઢેરા પર ડીએલએફ સાથે કરવામાં આવેલી ડીલમાં ગોટાળાનો તથા ખુર્શિદ પર તેમના પત્ની દ્વારા ચલાવવામાં આવી રહેલા એનજીઓમાં અનિયમિતતાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
નોંધનીય છ કે, કેજરીવાલે જાહેર કર્યું છે કે તેઓ બુધવારે સાંજે ભાજપના ચિફ નિતિન ગડકરી વિરુદ્ધ ચોંકાવનારા ખુલાસા કરશે.












Click it and Unblock the Notifications
