For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે સીનિયર સિટિઝન માટે વાઘા બોર્ડર પર તત્કાળ વિઝા

|
Google Oneindia Gujarati News

indian-visa
નવી દિલ્હી, 15 જાન્યુઆરી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા લશ્કરી તણાવની વચ્ચે આજે 15 જાન્યુઆરી, 2013 મંગળવારથી બંને દેશો વચ્ચે ઐતિહાસિક વિઝા નિયમ અમલી બન્યો છે. આ નવા વિઝા નિયમ અનુસાર હવે 65 વર્ષથી વધારે ઉંમર એટલે કે વરિષ્ઠ નાગરિકોને 'વિઝા ઓન અરાઇવલ' એટલે કે વિઝા માટે અરજી કર્યા વગર વાઘા બોર્ડર પરથી જ સીધા વિઝા મળી શકશે.

આ સુવિધા વાઘા બોર્ડર પર સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અમલી રહેશે. સીનિયર સિટીઝનને હવે'વિઝા ઓન અરાઇવલ' સરળતાથી મળશે. જેથી તેઓ ઝંઝટમુક્ત મુસાફરી કરી શકશે. આ વિઝાની 45 દિવસ સુધી માન્ય રહેશે. ભારતમાં આ વિઝા દ્વારા પાંચ જગ્યાએ યાત્રા કરી શકાશે જ્યારે પાકિસ્તાનનાં સીનિયર સિટીઝન વર્ષમાં બે વાર આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકશે. વિઝાની કિંમત ફક્ત 100 રૂપિયા રાખવામાં આવી છે.

જો કે એક નિયમ અનુસાર આ વિઝાનો ઉપયોગ કરનારાઓએ એ ધ્યાનમાં રાખવું પડશે કે જવા અને પાછા આવવા માટે તેમણે ફક્ત વાઘા બોર્ડરનો જ ઉપયોગ કરવો પડશે. આ સુવિધા અન્ય કોઈ ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે ફાયરીંગ અને બાદમાં ભારતીય જવાનોની હત્યાને લઈને ચાલી રહેલા વિખવાદની વચ્ચે આજથી આ વિઝા નિયમ સરળ થઈ જશે. સબંધોમાં મજબૂતી લાવવા માટે ભારત અને પાકિસ્તાન આ વિઝા નિયમ માટે રાજી થયું હતું જેનો ફાયદો બંને દેશોનાં સીનિયર સિટીઝનને મળશે.

English summary
Instant visa on Wagah border for senior citizen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X