સામાન્ય બજેટ 2014: જાણો શું છે બજેટ અને હલવાનું કનેક્શન
નવી દિલ્હી, બજેટ અને હલવો, તમને કદાચ સાંભળવામાં વિચિત્ર લાગશે પરંતુ બજેટના આ હલવા સાથે એક ઉંડું કનેક્શન હોય છે. દર વર્ષની માફક આ વખતે પણ ગુરૂવારે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. શું વખતે બજેટમાં ટેક્સમાં રાહત મળશે, શું દરરોજની જીંદગી સાથે જોડાયેલી વસ્તુઓ સસ્તી થશે કે નહી, ના જાણે કેટલા પ્રશ્નો તમારા મગજમાં દર વખતે ફર્યા કરતા હશે.
દર વર્ષે તમારા નાણામંત્રીજી બજેટના લેખા-જોખા રજૂ કરે છે. શું તમે એ વાતને જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ બજેટ તૈયાર થયા પછી પ્રિંટ કેવી થાય છે અને તેની આખી પ્રક્રિયા શું હોય છે?
આવો આજે અમે તમને બજેટ સાથે જોડાયેલા કેટલાક એવા રાજ સાથે રૂબરૂ કરાવીએ છે જેને તમે કદાચ જ જાણવાનો પ્રયત્ન કર્યો હશે. સ્લાઇડર પર ક્લિક કરો અને જાણો કે શું છે બજેટનું હલવા સાતેહ કનેક્શન અને કેવી રીતે થાય છે બજેટના પેપર્સનું પ્રિટિંગ.

બજેટ રજૂ થતાં પહેલાં જોવામાં આવે છે પેપર્સ
જે સમયે સરકાર બજેટ રજૂ કરવાની હોય છે, તે પહેલાં નાણામંત્રી, વડાપ્રધાનમંત્રી સાથે ફક્ત કેટલાક સિલેક્ટેડ લોકોને બજેટ પેપર્સ જોવાનો હક હોય છે.

100 લોકોની ટીમ જોડાઇ છે બજેટમાં
બજેટ રજૂ થતાં પહેલાં મોટા ભાગે તમે સંસદની બહાર બજેટ સાથે સંકળાયેલા પેપર્સની લાંબી લાઇન જુઓ છો. આ પેપર્સને 100 લોકોની એક ટીમ મળીને તૈયાર કરે છે.

કોઇ સાથે વાત કરવાનગી મંજૂરી નહી
નાણામંત્રાલય સાથે જોડાયેલા 100 ઓફિસરો લગભગ 15 દિવસ સુધી ફાઇનાન્સ મિનિસ્ટ્રી એટલે કે નોર્થ બ્લોકમાં જ રહે છે. આ તેમના માટે કોઇ કેદથી કમ હોતું નથી.

ફોનની પણ મનાઇ
બજેટ સાથે જોડાયેલી દરેક વાત કોઇપણ પ્રકારે લીક ન થાય એ વાતનું ધ્યાન રાખતાં અધિકારીઓને ઘરે જવાની પણ પરવાનગી આપવામાં આવતી નથી.

સરકારનું પોતાનું પ્રિટિંગ પ્રેસ
નોર્થ બ્લોકમાં નાણામંત્રી મંત્રાલયનું પોતાની એક પ્રિટિંગ પ્રેસ છે. બજેટ તૈયાર થઇ ગયા પછી અહીંયા પ્રિટિંગ માટે મોકલવામાં આવે છે. બજેટને પ્રિંટ કરાવવા માટે જે ટેક્નિકલ સ્ટાફ હોય છે, તેને કડક સુરક્ષામાંથી પસાર થવું પડે છે. આ સ્ટાફ પણ સરકાર સાથે જોડાયેલો હોય છે.

નોર્થ બ્લોકના બેસમેંટમાં પ્રિટિંગ હાઉસ
બજેટ પ્રિટિંગ પ્રેસ નોર્થ બ્લોકના બેસમેંટમાં સ્થિત છે અને અહીંયા બે મશીનો લાગેલા છે જેના પર બજેટને પ્રિંટ કરવાનું કામ થાય છે.

લોક ઇન પીરિયડ
સામાન્ય રીતે બજેટ રજૂ થયાના એક અઠવાડિયા પહેલાંથી જ બજેટ પ્રિંટ કરવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જે દિવસથી બજેટ પ્રિંટ કરવાનું કામ શરૂ થાય છે અને જ્યાં સુધી ચાલે છે, તેને લોક ઇન પીરિયડ કહે છે.

બેસમેંટમાં તૈયાર થાય છે હલવો
ગત કેટલાક વર્ષોથી આ પરંપરાનો ભાગ છે કે જ્યારે પ્રિટિંગ સ્ટાફ એટલે કે બજેટ પ્રિટિંગ દરમિયાન જે 'લોક-ઇન પીરિયડ' શરૂ થાય છે, તે પહેલાં બેસમેંટમાં જ મીઠો હલવો તૈયાર થાય છે અને તેને આખા સ્ટાફમાં વહેંચવામાં આવે છે.

ઇંટેલીજેંસ ઓફિસરની નજર
બેસમેંટમાં કોઇપણ અધિકારી પોતાનો સેલફોન લઇ જઇ શકતો નથી પરંતુ અહીં એક જૂનો ટેલિફોન છે. આ ટેલિફોન પર આવનાર દરેક કોલને પ્રિટિંગ સ્ટાફ સાથે જોડાયેલ કોઇપણ વ્યક્તિ રિસિવ કરી શકે છે. અહીંયા તમને જણાવી દઇએ કે રિસીવ કર્યા બાદ તે વ્યક્તિ જે પણ વાત કરશે તેને ઇંટેલીજેંસનો એક અધિકારી સાંભળે છે.

ફાઇનાન્સ મિનિસ્ટ્રીના અધિકારી તરીકે પ્રૂફ રીડિંગ
પ્રિટિંગ પ્રેસમાં આખા પ્રિટિંગ સ્ટાફ માટે બહારથી જમવાનું આવે છે. આ ઉપરાંત ફાઇનાન્સ મિનિસ્ટ્રી સાથે જોડાયેલા અધિકારીઓને જ બેસમેંટમાં આવવાની પરવાનગી હોય છે. તે અહીંયા બજેટ પેપર્સનું પ્રૂફ રીડિંગ અને બધા જરૂરી તથ્યોને ચેક કરવા માટે આવે છે.

કડક સુરક્ષા સાથે પહોંચાડવામાં આવે છે સંસદ
જે દિવસે બજેટ રજૂ કરવાનું હોય છે, તે અગાઉની રાત્રે કડક સુરક્ષા વચ્ચે આ બજેટ પેપર્સને સંસદ સુધી પહોંચાડવામાં આવે છે.

ભાષણ બાદ જ મળે છે કેદમાંથી છુટકારો
જ્યાં સુધી નાણામંત્રી પોતાની બજેટ સ્પીચ સંસદમાં રજૂ કરી લેતાં નથી ત્યાં સ્ટાફને છુટકારો મળતો નથી. સ્પીચ પુરી થયા બાદ જ તેમને ક્યાંય જવાની મંજૂરી મળે છે.












Click it and Unblock the Notifications
