For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના ભીલવાડામાં ફરીથી સાંપ્રદાયિક તણાવ, ઈન્ટરનેટ સેવા બંધ, ભાજપ કરશે પ્રદર્શન

રાજસ્થાનના ભીલવાડામાં જે રીતે 22 વર્ષના યુવકના નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી ત્યારથી અહીં તણાવ વધી ગયો છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ રાજસ્થાનના ભીલવાડામાં જે રીતે 22 વર્ષના યુવકના નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી ત્યારથી અહીં તણાવ વધી ગયો છે. વાસ્તવમાં યુવકની બીજા સમાજના લોકોએ ચાકૂ મારીને હત્યા કરી દીધી હતી ત્યારબાદ વિસ્તારમાં તણાવ ઘણો વધી ગયો. ઘટના બાદ ભાજપ, હિંદુ જાગરણ મંચ અને વિશ્વ હિંદુ પરિષદએ આજે ભીલવાડામાં બંધનુ આહ્વાન કર્યુ છે. સ્થિતિની ગંભીરતાને જોતા પ્રશાસને 24 કલાક માટે અહીં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

rajasthan

તમને જણાવી દઈએ કે આ ઘટના ભીલવાડા શહેરના એ વિસ્તારમાં થઈ જ્યાં મંગળવારે રાતે શાસ્ત્રીનગરમાં બ્રહ્માણી સ્વીટ્સ પર અમુક લોકોનો પૈસાને લઈને વિવાદ થયો. ત્યારબાદ લોકોએ 22 વર્ષના આદર્શ તપડિયાને ચાકૂથી મારી દીધો. ગંભીર રીતે ઘાયલ આદર્શને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો જ્યાં તેનુ મૃત્યુ થઈ ગયુ. ઘટના બાદ સ્થિતિ બગડતી જોઈને જિલ્લા પ્રશાસને અહીં 11 મેના રોજ સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ કરી દીધુ છે.

English summary
Internet service suspended in Bhilwara after a boy was stabbed bjp calls bandh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X