બોધગયા વિસ્ફોટઃ જેડીયુ નેતાની કરાઇ પૂછપરછ

મહાબોધિ મંદિરના સીસીટીવી ફૂટેજમાં પટેલ જોવા મળ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, પટેલ એક મહિલા સાથે મંદિરમાં આવ્યો હતો. પટેલના એ મહિલા સાથેના સંબંધ અંગે પણ પૂછવામાં આવ્યું છે. તપાસ એજન્સીઓ દ્વારા પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે બુધવારે બોધગયા પહોંચ્યા છે. બન્નેએ મહાબોધિ મંદિરનું નિરિક્ષણ કર્યું. સોનિયા ગાંધી અને શિંદે વિસ્ફોટના ત્રણ દિવસ પછી બોધગયા પહોંચ્યા છે.
બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહેલી એનઆઇએના સૂત્રોનું કહેવું છે કે, શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં સ્થાનિક લોકોનો હાથ હોઇ શકે છે. તપાસકર્તાઓએ વિસ્ફોટ સંબંધે પૂરાવા આપનારાને 10 લાખ સુધીનું ઇનામ આપવાની ધોષણા કરી છે. સૂત્રોએ વધુંમાં કહ્યું છે કે, જે આઇઇડીના વિસ્ફોટ નહીં થયાં તેના ડીએનએના સેમ્પલ લેવામાં આવશે. બોસ્ટન વિસ્ફોટમાં પણ આ જ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
