• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આમીર મામલે રાહુલ ગાંધીએ આપ્યો સાથ તો બીજેપીએ લગાવ્યો ડાધ

|

સોમવારે રામનાથ ગોયનકા પત્રકારિતા પુરસ્કારમાં બોલીવૂડ સુપર સ્ટાર આમીર ખાને કહ્યું કે દેશમાં જે કંઇ પણ થઇ રહ્યું છે તે અમે સમાચારોમાં વાંચતા રહીએ છીએ. મને પણ ચેતવણી મળી છે. મને પોતે પણ તે વાતને અનુભવી છે કે પાછલા 6-8 મહિનામાં અસુરક્ષાની ભાવના વધી છે. જ્યારે મેં આ અંગે કિરણને વાત કરી ત્યારે તેણે અમારા બાળકની સુરક્ષા અને ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે તો શું આપણે ભારત છોડી કોઇ બીજા દેશમાં જતા રહેવું જોઇએ?

ત્યારે આમીર ખાનના આ નિવેદન અસહિષ્ણુતાના મુદ્દાને એક નવી જ હાઇપ આપી દીધી. આમીરના આ નિવેદન બાદ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર અનેક ટ્વિટ અને કોમેન્ટ આવી રહ્યા છે. અને અલગ અલગ લોકો તેમને આ અંગે વિવિધ ટિપ્પણી કરી રહ્યા છે

આમીરના આ નિવેદન બાદ જ્યાં આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે તેના સપોર્ટમાં આવ્યા છે. તો ભાજપના નેતા અને અનુપમ ખેર જેવા તેનો ખુલીને વિરોધ કર્યો છે. ત્યારે આમીર ખાનના નિવેદન પર અત્યાર સુધીમાં કોણે શું કહ્યું અને કેવી પ્રતિક્રિયાઓ આવી તે અંગે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

રાહુલ ગાંધી કહ્યું કોઇ સવાલ ઉઠાવે તો તે દેશદ્રોહી

રાહુલ ગાંધી કહ્યું કોઇ સવાલ ઉઠાવે તો તે દેશદ્રોહી

આમીર ખાનના અસહિષ્ણુતાના મુદ્દા પર રાહુલ ગાંધી આમીરને સાચો ખોટો કહેવાના બદલે દોષનો ટોપલો કેન્દ્ર સરકાર પર થોપતા કહ્યું કે સરકાર સામે કોઇ સવાલ કરે તો તેને દેશદ્રોહી કહેવામાં આવે છે. સરકારે તેના મૂળ સુધી પહોંચીને કારણ જાણવાનો પ્રયાસ કરવો જોઇએ, ના કે તેમને ડરાવા ધમકાવા જોઇએ.

આમિર ખાનના બચાવમાં ઉતર્યા અરવિંદ કેજરીવાલ

આમિર ખાનના બચાવમાં ઉતર્યા અરવિંદ કેજરીવાલ

આમીર ખાનના અસહિષ્ણુતાના મુદ્દા પર તેમનો બચાવ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સામે આવ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે તે આમીર ખાનની તમામ વાત સાચી છે. અને આવા ગંભીર મામલે બોલવાની તેમણે જે હિંમત કરી છે તે વખાણવા લાયક છે.

સાક્ષી મહારાજ

સાક્ષી મહારાજ

સાક્ષી મહારાજે કહ્યું કે આમીર ખાન તે બતાવે કે તેમને દેશભક્ત મોદીનું શાસન જોઇએ છે કે ઔરંગજેબનું? તેમણે કહ્યું કે આમીર ખાનની ફિલ્મો 500 કરોડ રૂપિાય કમાય છે. તમામ ધર્મોના લોકો તેમના ફેન છે. એટલીસ્ટ તેમણે તો આવી વાત ન કરવી જોઇએ.

શાહનવાજ હુસૈન

શાહનવાજ હુસૈન

બીજેપી આમીર ખાનના આ નિવેદનને દેશ પર ડાધ લગાવવા સામાન ગણાવ્યું છે. ત્યારે બીજેપીના પ્રવક્તા શાહનવાઝ હુસૈન કહ્યું કે આમીર ખાન ડરી નથી રહ્યા તે જનતાને ડરાવી રહ્યા છે.

પરેશ રાવલ

પરેશ રાવલ

પરેશ રાવલે પણ આમીર ખાનને સારા શબ્દોમાં સંભળાવ્યું કે જો હું મારી માતૃભૂમિથી પ્રેમ કરતો હોઇશ તો હું તેને કદી છોડીને નહીં જાઉં.

આમિર ખાન દેશથી માફી માંગે: મનોજ તિવારી

આમિર ખાન દેશથી માફી માંગે: મનોજ તિવારી

ભોજપુરી એક્ટર અને ભાજપના નેતા તેવા મનોજ તિવારી આમીર ખાનની અસહિષ્ણુતાની વાતને નકારતા કહ્યું છે કે તેમના આ નિવેદનથી ભારત માંનું અપમાન થયું છે. જો તમને ખરેખરમાં ભારતમાં ડર લાગતો હોય તો તે સ્વતંત્ર છે ક્યાંય પણ જવા માટે. અને તેમનામાં થોડીક પણ દેશભક્તિ હોય તો તેમણે દેશથી માફી માંગવી જોઇએ.

પીકેને કર્યા પરેશ રાવલે સવાલ

પીકેને કર્યા પરેશ રાવલે સવાલ

પરેશ રાવલ કહ્યું કે પીકે ફિલ્મમાં તેવું ધણુ હતું જે હિંદુઓને ઠેસ પહોંચાડી શકે. તેમ છતાં આ ફિલ્મે તો ભારતમાં સૌથી વધુ કમાણી કરી હતી.

અનુપમ ખેરનો પહેલો સવાલ

અનુપમ ખેરનો પહેલો સવાલ

1. ડિયર આમીર તમે કિરણને કહ્યું કે તમે આનાથી પણ ખરાબ સમય જોઇ ચૂક્યા છો અને તમે ત્યારે કદી દેશ છોડીને જવાની વાત નહતી કરી.

અનુપમ ખેરનો બીજો સવાલ

અનુપમ ખેરનો બીજો સવાલ

2. શું તમે કિરણને પૂછ્યું કે તે ભારત છોડીને કયા દેશમાં જવા માંગે છે. શું તમે તેને કહ્યું કે આ દેશ જ તેમને આમીર ખાન બનાવ્યા છે?

અનુપમ ખેરનો ત્રીજો સવાલ

અનુપમ ખેરનો ત્રીજો સવાલ

3. શું ખાલી પાછલા 7-8 મહિનામાં જ અતુલ્ય ભારત તમારા માટે અસહિષ્ણુ ભારત થઇ ગયો છે?

અનુપમ ખેરનો ચોથો સવાલ

અનુપમ ખેરનો ચોથો સવાલ

4. ચલો માની લો કે ભારતમાં અસહિષ્ણુતા વધી છે તો શું તમે ભારતના બીજા કરોડો લોકોને પણ દેશ છોડીને જવાનું કહેશો

અનુપમ ખેરનો પાંચમો સવાલ

અનુપમ ખેરનો પાંચમો સવાલ

5 સત્યમેવ જયતે જેવા કાર્યક્રમ દ્વારા તમે ખરાબ વસ્તુ અને મુદ્દા વર વાત કરો છો અને સારા ભવિષ્યની આશા ઊભી કરો છો તો અસહિષ્ણુતા મામલે પણ તમારે લોકોને સારા ભવિષ્યની આશા આપવી જોઇએ ના કે ડર.

અભિનેતા રજા મુરાદ

અભિનેતા રજા મુરાદ

તો બીજી તરફ અભિનેતા રજા મુરાદે આમીર ખાનનું સમર્થન કરતા કહ્યું કે આમિર ખાન અને કિરણ રાવ આ દેશના નાગરિક છે અને તેમને પોતાના વિચારો વ્યક્ત કરવાની પૂરી સ્વતંત્રતા છે.

ફેક આમીર

ફેક આમીર

લોકગાયિકા માલિની અવસ્થી તો સાફ સાફ શબ્દોમાં આમીર કહી દીધું કે આમીર જેવા ફેક લોકોને ભારત છોડીને જવું હોય તો તે શોખની છોડીને જઇ શકે છે.

રામગોપાલ વર્મા

રામગોપાલ વર્મા

રામગોપાલ વર્માએ સારો જવાબ આપતા કહ્યું કે જે દેશના ત્રણ સૌથી મોટા સેલેબ્રિટી ત્રણ ખાન હોય તે કેવી રીતે Intoleranceની વાત કરી શકે.

English summary
Lashing out at Aamir Khan for saying that he and his wife had considered moving out of the country over the alarming rise of intolerance, Anupam Kher said that the actor should 'spread hope instead of fear'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more