કાર્તિ ચિંદમ્બરમને ED નહીં પકડે, દિલ્હી હાઇકોર્ટનો આદેશ

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હી હાઇકોર્ટે કાર્તિ ચિંદમ્બરમને મોટી રાહત આપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડીને તેમને 20 માર્ચ સુધી ન પકડવાનો આદેશ આપ્યો છે. આ મામલે હવે 20 માર્ચ આગળ સુનવણી થશે. આ સાથે જ કોર્ટ અને કેન્દ્રની તરફથી ઇડીને નોટિસ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે હેઠળ તેને 20 માર્ચ સુધી જવાબ આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે કાર્તિ ચિંદમ્બરમે દિલ્હી હાઇકોર્ટમાં ઇડીની ધરપકડ મામલે અરજી કરવામાં આવી હતી. કાર્તિએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ઇડી તેમને સીબીઆઇ રિમાન્ડ માંથી બહાર નીકળતા જ પકડવાની તૈયારી કરી રહી છે. હાઇકોર્ટે કાર્તિની અરજી પર સુનવણી કરતા કહ્યું કે ઇડી 20 માર્ચ સુધી કાર્તિને ના પકડે. ઉલ્લેખનીય છે કે કાર્તિ ચિંદમ્બરમ હાલ સીબીઆઇની કસ્ટડીમાં છે.

Karti

આ પહેલા શુક્રવારે સીબીઆઇએ કાર્તિની કસ્ટડી 6 દિવસ માટે વધારવાની વાત કરી હતી. અને આ અંગે દિલ્હીની પટિયાલા કોર્ટમાં અરજી પણ કરી હતી. સીબીઆઇએ પોતાના પક્ષમાં જણાવ્યું હતું કે આ મામલે તે હજી પણ કાર્તિની પૂછપરછ કરી રહ્યા છે. અને હજી પણ કેટલીક ઔપચારિકતા બાકી છે. જેના કારણે તે કસ્ટડી વધારવા ઇચ્છે છે. સાથે જ તમને જણાવી દઇએ કે આજે સીબીઆઇની કસ્ટડીની છેલ્લો દિવસ છે. તેવામાં સીબીઆઇની આ માંગણી પર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવશે. આ પહેલા જ કાર્તિના સીએ ભાસ્કરની ન્યાયિક કસ્ટડી વધારવામાં આવી છે. નોંધનીય છે કે સીબીઆઇએ આઇએનએક્સ મીડિયા મામલે કાર્તિની ચેન્નઇ એરપોર્ટથી ધરપકડ કરી હતી. અને ત્યારથી તે સીબીઆઇની કસ્ટડીમાં જ છે.

English summary
INX Media Case: Delhi High Court tells ED not to arrest Karti Chidambaram

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.