For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBIના નવા ડાયરેક્ટર તરીકે સુબોધ કુમાર જયસ્વાલે કાર્યભાર સંભાળ્યો

CBIના નવા ડાયરેક્ટર તરીકે સુબોધ કુમાર જયસ્વાલે કાર્યભાર સંભાળ્યો

|
Google Oneindia Gujarati News

1985ની બેચના IPS સુબોધ કુમાર જયસ્વાલે CBIના ડાયરેક્ટર તરીકે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. સુબોધ કુમારને આગલા બે વર્ષ માટે સીબીઆઈના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે સુબોધ કુમાર જયસ્વાલ 1985 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી છે. તેઓ મહારાષ્ટ્રના ડીજીપી રહી ચૂક્યા છે, વર્તમાનમાં તેઓ સીઆઈએએસએફના ડીજી પોસ્ટ પર તૈનાત હતા. સુબોધ જાયસ્વાલ એટીએસના ચીફ રહી ચૂક્યા છે.

subodh kumar

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલ કેટલીક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મહારાષ્ટ્રના આઈપીએસ અધિકારી સુબોધ કુમાર જયસ્વાલને સીબીઆઈના નવા ચીફ તરીક ચૂંટવામાં આવ્યા છે. 1985 બેચના અધિકારી સુબોધ કુમાર વર્તમાનમાં સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ છે. સીબીઆઈ પ્રમુખની પસંદગી કરવા માટે કેબિનેટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના અને ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ હતા.

મંત્રિમંડળની નિયુક્તિ સમિતિ દ્વારા અનુશંસિત પેનલના આધારે સુબોધ કુમાર જયસ્વાલને નવા સીબીઆઈ પ્રમુખના રૂપમાં નિયુક્તીની તારીખથી 2 વર્ષ માટે ચૂંટવામાં આવ્યા છે. સીબીઆઈના નવા પ્રમુખ સુબોધ કુમાર જયસ્વાલે અગાઉ અનુસંધાન અને વિશ્લેષણ (RAW) અને વિશેષ સુરક્ષા સમૂહ (એસપીજી)માં પોતાની સેવા આપી ચૂક્યા છે.

English summary
Subodh kumar jaiswal apointed as CBI director. CBIના નવા ડાયરેક્ટર તરીકે સુબોધ કુમાર જયસ્વાલે કાર્યભાર સંભાળ્યો
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X