ઇરોમની ભૂખ હડતાળને થયાં 12 વર્ષ

2 નવેમ્બર 2000ના રોજ માલોમમાં ઇમ્ફાલ વેલી ખાતે થયેલા એન્કાઉન્ટરમાં 10 લોકોના મોત નીપજ્યા હતા, આ ઘટના બાદ શર્મિલા કે જે સિવિલ રાઇટ્સ કાર્યકર્તા છે તેણે ભૂખ હડતાળ શરૂ કરી હતી.
તેણે મણીપુર સહિત પુર્વીય રાજ્યોમાંથી 'આર્મ્સ ફોર્સીઝ સ્પેશિયલ પાવર એક્ટ' હટાવી લેવામાં આવે તેવી માંગ કરી હતી. હાલ, તે ન્યાયિક હિરાસતમાં છે, જ્યાં બળજબરીપુર્વક તેને નાક વડે પ્રવાહી પ્રદાર્થ આપવામાં આવી રહ્યું છે.
શર્મિલાને સમર્થન આપવા માટે મણીપુરમાં કેટલાક સિવિલ રાઇટ્સ કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ લાઇટ માર્ચ કરવામાં આવી હતી. તેમની આ માર્ચમાં કેટલીક સામાજિક સંસ્થાઓ પણ જોડાઇ હતી.












Click it and Unblock the Notifications
