For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી પર પણ દેખાઇ રહી છે ‘મોદી ઇફેક્ટ’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીમાં પોતાના ભાષણ દરમિયાન આક્રમક જણાયેલા રાહુલ ગાંધીએ ભલે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક જોશનો સંચાર કર્યો હોય, પરંતુ આ સર્વે અનુસાર હજુ પણ તેઓ એક સારા વક્તા નથી. વન ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા ઓનલાઇન પોલમાં એ પરિણામ સામે આવ્યું છે કે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી એક સારા વક્તા છે. 79 ટકા લોકોને લાગે છે કે, મોદીન ભાષણ વધારે પ્રભાવી છે, જ્યારે 21 ટકા લોકોને રાહુલના ભાષણ પ્રભાવી લાગ્યા છે. સર્વેમાં કુલ 14,604 મત પડ્યા, જેમાંથી મોદીના પક્ષમાં 11,530 લોકોએ મત આપ્યા જ્યારે રાહુલને 3,074 લોકોનું સમર્થન મળ્યું.

rahul-gandhi-modi
નોંધનીય છે કે, આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કોંગ્રેસની એઆઇસીસીની બેઠક થઇ, તો બીજી તરફ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પણ ત્રણ દિવસ ચાલી. એઆઇસીસી મીટમાં રાહુલે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જોશ ભરવાનું કામ કર્યું તો મોદીએ જનતાની સામે દેશના વિકાસનો એજેન્ડા મુક્યો. ત્યાર બાદથી માનવામાં આવી રહ્યું છે કે, લોકસભા માટે અભિયાનની શરૂઆત થઇ ગઇ છે. મોદી પહેલાથી જ દેશ ભરમાં રેલીઓ યોજી રહ્યાં છે, જ્યારે રાહુલ ગાંધીએ અત્યારસુધી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કર્યો છે.

દેશ ભરમાં આયોજિત રેલીઓમાં મોદીને ઘણું સમર્થન મળી રહ્યું છે, જ્યારે વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન દિલ્હીમાં રાહુલની રેલીમાંથી લોકો ઉઠીને જતા રહ્યાં હતા, ત્યાર બાદ રાહુલે પોતાનું ભાષણ નાનું કરવું પડ્યું. એઆઇસીસીમાં કરવામાં આવેલા ભાષણ અને ત્યારબાદ તેમણે વાર્તામાં મજાકિયા અંદાજનો પણ પ્રયોગ કર્યો. એઆઇસીસીમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ લોકોનું માર્કેટિંગ એટલું સારું છે કે આ લોકો ટાલિયાને પણ કાંસકો વેંચી શકે છે, તો ગઇ કાલે કોંગ્રેસ નેતાઓ સાથેની મુલાકાતમાં વિધાનસભાની ચૂંટણીમાં હાર ઉપર તેમણે કહ્યું કે, ઘોડાની દોડ બે પ્રકારની હોય છે, એક જે રેસમાં દોડે છે અને બીજા જે લગ્નમાં વરરાજાને આપવામાં આવે છે. અમારાથી ભૂલ થઇ ગઇ અને અમે લગ્ન માટેના ઘોડાને રેસમાં ઉતારી દીધો, પરંતુ લોકસભાની ચૂંટણીમાં આવું નહીં થાય.

કહેવામાં આવી રહ્યું છે કે મોદીની જેમ રાહુલ પણ પોતાના ભાષણોને રોચક બનાવવા માટે આ પ્રકારના ટૂચકાઓનો ઉપયોગ કરી રહ્યાં છે. વિધાનસભા ચૂંટણીમાં તે આધી રોટી ખાયેંગે અને કોંગ્રેસ કો લાયેંગે જેવા જોડકાંનો પ્રયોગ કરતા હતા, જેનો પ્રભાવ તેમની સરકાર વિરુદ્ધ રહ્યો. મોદીએ પોતાની રેલીઓના ભાષણમાં રોચકતા, તથ્ય અને ઘટનાક્રમોના વર્ણનનો સારો સમાવેશ કરી રહ્યાં છે, સાથે જ તેમની બોલવાની શૈલી પણ સ્ત્રોતાઓને પ્રભાવિત કરી રહી છે. કહીં શકાય છે કે રાહુલ પર પણ ‘મોદી ઇફેક્ટ' જોવા મળી રહી છે.

English summary
Rahul Gandhi is using some interesting lines in his speech while Narendra Modi has done it earlier. Is it Narendra Modi's effect on Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X