For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ભાજપમાં વાપસીની તૈયારી કરી રહ્યા છે શત્રુઘ્ન સિન્હા?

શું ભાજપમાં વાપસીની તૈયારી કરી રહ્યા છે શત્રુઘ્ન સિન્હા?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ આપ્યું, દર્દ લીધું. અભિનેતાથી રાજકીય નેતા બનેલ શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસથી દિલ તો લગાવી લીધું પણ ભાજપની સોનેરી યાદો તેમનો પીછો નથી છોડી રહી. તેઓ કોંગ્રેસમાં છે પરંતુ દિલ આજે પણ ક્યાંકને ક્યાંક ભાજપને સમર્થિત છે. સુષ્મા સ્વરાજના બહાને તેમણે ખુલીને પોતાની ભાવના વ્યક્ત કરી. ગયા વર્ષે સુષ્મા સ્વરાજે ગજબની પ્રતિબદ્ધતા દેખાડતા તેમને ભાજપ ન છોડવાની સલાહ આપી હીત. તેમણે ભાજપી પ્રેમ બિલકુલ ન છૂપાવ્યો અને કહ્યું કે તેમની રાજનૈતિક પરવરિશ ભાજપમાં જ થઈ છે. જ્યારે રાજનૈતિક શિક્ષા-દીક્ષા પણ થઈ છે. ભાજપમાં જે સીખવવામાં આવ્યું તેને અનુરુપ આજે પણ કાશ્મીર પર મારી સોચ એજ છે. એટલું જ નહિ શત્રુઘ્ન સિન્હાએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથેના વિવાદને ડામવાની કોસિશ કરી. તેઓ વારંવાર બંને નેતાઓના વખાણ કરતા રહ્યા. તો શું શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં અસહજ મહેસૂસ કરી રહ્યા છે? આખરે કેમ પોતાનો જૂનો ભાજપ પ્રેમ ફરીથી ઉમટી રહ્યો છે? શું તેઓ ફરી ભાજપમાં સામેલ થવા માંગે છે?

શું શત્રુઘ્ન સિન્હાનું મન બદલાઈ રહ્યું છે?

શું શત્રુઘ્ન સિન્હાનું મન બદલાઈ રહ્યું છે?

પાછલા એક અઠવાડિયાથી શત્રુઘ્ન સિન્હા જે નિવેદન આપી રહ્યા છે તેનાથી લાગી રહ્યું છે કે તેમનું મન બદલાઈ રહ્યું છે. તેઓ ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી પર પ્રહાર કરવા માટે હંમેશાથી એક જુમલા 'વહ વન મૈન શો અને ટૂ મૈન આર્મી'નો ઉપયોગ કરતા હતા. હવે તે જ અમિત શાહને ડાયનામાઈટ અને નરેન્દ્ર મોદીને સાહસિક ફેસલા લેનાર પીએમ જણાવી રહ્યા છે. કોંગ્રેસના સિપાહી બન્યા બાદ પણ શત્રુઘ્ન સિન્હાને જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીના સપનોને પૂરા કરવાની ચિંતા બનેલ છે. જ્યારે તેઓ સુષ્મા સ્વરાજને યાદ કરી રહ્યા હતા ત્યેર તેમણે જણાવ્યું કે ભાજપમાં તો ભાજપમાં તો સારો પાયો રાખ્યો હતો પણ બેત્રણ લોકોને કારણે મારે ભાજપ છોડવું પડ્યું હતું. તેમનો ઈશારો મોદી અને અમિત શાહ તરફ જ હતો. પરંતુ હવે તેઓ આ વિવાદને ભૂલવવા માંગે છે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે એક ઘરમાં જો બે ચાર વાસણ પડે તો અંદરો અંદર અવાજ તો થાય જ. આવું મોટાભાગે બધા ઘરમાં થતું હોય છે.

પાર્ટી લાઈનથી અલગ ચાલી રહ્યા છે બિહારી બાબૂ

પાર્ટી લાઈનથી અલગ ચાલી રહ્યા છે બિહારી બાબૂ

શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસની પાર્ટી લાઈનથી અલગ વલણ અપનાવેલ છે. જ્યારે ટ્રિપલ તલાક બિલ સંસદમાં પાસ થયું ત્યારે પણ તેમણે મોદી સરકારના વખાણ કર્યાં હતાં. કોંગ્રેસે બંને સદનમાં ટ્રિપલ તલાક બિલનો વિરોધ કર્યો હતો. પરંતુ તેનાથી ઉલટા શત્રુઘ્ન સિન્હાએ તેનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલા સશક્તિકરણ અને લૈંગિક અસમાનતાની દિશામાં આપણા માનનીય પ્રધાનમંત્રી મોદીનું આ વખણવાલાયક પગલું છે. આ બિલને તેમણે મિલનો પથ્થર જણાવ્યું. શત્રુઘ્ન સિન્હાના આ વલણથી કોંગ્રેસના નેતા મુંજવણમાં ફસાયા છે. જો શત્રુઘ્ન સિનહા સેલિબ્રિટી સ્ટેટસ વાળા નેતા ન હોત તો તેમને ક્યારના પાર્ટી વિરોધી ગતિવિધિઓના દોષી ઠહેરાવી દીધા હોત. પરંતુ થાકેલ હારેલી કોંગ્રેસ હવે કંઈ બોલી શકતી નથી.

કોંગ્રેસને શત્રુઘ્નની મનમાની પણ મંજૂર

કોંગ્રેસને શત્રુઘ્નની મનમાની પણ મંજૂર

શત્રુઘ્ન સિન્હા બેધડક બોલનાર નેતા છે. તેમણે ખબર છે કે રાજનૈતિક દળ તેમના સ્ટારડમને કારણે તેમને મહત્વ આપે છે. કોંગ્રેસે પણ આ ખૂબીને ધ્યાનમાં રાખીને જ તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા. તેઓ ગમે તે દળમાં રહે પરંતુ જે દિલમાં આવે તે જ કરે છે. કોંગ્રેસમાં રહેતા પણ તેમણે લોકસભા ચૂંટણીના સમયે લખનઉમાં પોતાની પત્ની અને સપા ઉમેદવાર પૂનમ સિન્હાનો પ્રચાર કર્યો હતો. તે સમયે પણ ભારે બબાલ થઈ હતી. તેમના પર પાર્ટી વિરોધી કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી. પરંતુ બધું ટાંય ટાંય ફિસ્સ થઈ ગયું.

<strong>Article 370: કાશ્મીરી છોકરીએ કરી કંઈક આવી અપીલ, જુઓ વીડિયો</strong>Article 370: કાશ્મીરી છોકરીએ કરી કંઈક આવી અપીલ, જુઓ વીડિયો

English summary
Is Shatrughan Sinha preparing for a return to BJP?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X