For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કયા કારણસર પત્રકારોથી અંતર બનાવી રાખે છે સુષમા સ્વરાજ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પણ લાગે છે કે પોતાના વિદેશ પ્રવાસમાં પત્રકાર સમૂહથી અંતર જાળવવા લાગી છે. તે તેમને પોતાના સાથે લઇને જવાનું ટાળે છે. હાં, આકાશવાણી, દૂરદર્શન કે એક પ્રમુખ સમાચાર એજેંસીના જ પત્રકાર તેમની સાથે વિદેશ પ્રવાસ પર જાય છે.

દક્ષિણ કોરિયા યાત્રા પર
સુષમા સ્વરાજ આજકાલ દક્ષિણ કોરિયાની યાત્રા પર છે, પરંતુ આ વખતે પણ તેમની સાથે બે-ત્રણ પત્રકાર જ ગયા છે. જો કે આ વખતે રાજધાનીના વરિષ્ઠ પત્રકારોને લાગ્યું રહ્યું છે કે તે પોતાના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસમાં ઘણા નામચીન પત્રકારોને લઇ જશે.

sushma-swaraj

મહત્વપૂર્ણ યાત્રા
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પોતાની આ યાત્રામાં દક્ષિણ કોરિયાના રક્ષા, વેપાર, ઉદ્યોગ તથા ઉર્જા મંત્રીઓ સાથે મુલાકાત કરશે તે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક જેઉન-હઇ સાથે પણ મુલાકાત કરશે. સુષમા સ્વરાજે ગત દિવસો રાજધાનીના વરિષ્ઠ પત્રકારોને સ્વાદિષ્ટ લંચ કરાવ્યું હતું. ત્યારબાદ લાગી રહ્યું છે કે તે પોતાન્ની આગામી યાત્રાઓમાં પત્રકારોને લઇ જશે. પરંતુ તેવું બન્યું નહી.

કેન્દ્રની મોદી સરકારમાં વિદેશમંત્રી બન્યા પછી સુષમા સ્વરાજ નેપાળ, અફઘાનિસ્તાન અને કેટલાક અન્ય દેશોમાં ગઇ, પરંતુ તેમની સાથે પત્રકારોની ટોળી નામમાત્ર રહી. જાણકારોનું કહેવું છે કે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પગલે ચાલતાં તે પણ તેમની સાથે કેટલાક પત્રકાર જ લઇને જાય છે.

સુષમા સ્વરાજની ચાલુ દક્ષિણ કોરિયા યાત્રાના લીધે બંને દેશો વચ્ચે પરમાણું, ઉર્જા વેપાર અને રોકાણ તથા રક્ષા સહિત વિભિન્ન ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વિચાર વિમર્શ થઇ રહી છે. સુષમા સોળમાં સંયુક્ત કમિશનની આઠમી બેઠકની સહ અધ્યક્ષતા દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી યૂન બયુંગ-સે સાથે કરશે.

મેઇ ઇન ઇન્ડિયા સૂત્રોએ કે ભારતીય વિદેશ મંત્રી દેશની તીવ્ર આર્થિક વૃદ્ધિને પ્રાથમિકતા આપવાના સરકારી પ્રયત્નો હેઠળ કોરિયાઇ કંપનીઓને 'મેક ઇન ઇન્ડિયા' પહેલમાં મોટાપાયે ભાગીદારી કરવા માટે આમંત્રિત કરી શકે છે.

સૂત્રોનું કહેવું છે કે ભારતની ઇચ્છા છે કે કોરિયાઇ કંપનીઓ જહાજ વિનિર્માણ કંપનીઓ રક્ષા ક્ષેત્ર સહિત ભારતની જહાજ વિનિર્માણ ગતિવિધિઓમાં સામેલ હોય જેમાં 49 ટકા સુધી વિદેશી ભાગીદારીની છૂટ છે.

English summary
Is Sushma Swaraj unhappy with scribes ? She is not taking journalists during her foreign trips.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X