For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘પેડ વુમન'ના નામથી ફેમસ છે આ 18 વર્ષની છોકરી, બનાવે છે ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકીન

સોશિયલ મીડિયા પર ‘પેડ વુમન'ના નામથી એક 18 વર્ષીય છોકરી હાલમાં છવાયેલી છે. લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર 'પેડ વુમન'ના નામથી એક 18 વર્ષીય છોકરી હાલમાં છવાયેલી છે. લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. અમુક યુઝર્સે તેના કામના કારણે તેને સલામ પણ કર્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી છોકરીનુ નામ ઈશાના છે અને તે તમિલનાડુના કોઈમ્બતુરની રહેવાસી છે. આવો જાણીએકેમ લોકો ઈશાનાને 'પેડ વુમન' કહીને તેના પર આટલો પ્રેમ વરસાવી રહ્યા છે...

બજારમાં નથી આવા પેડ

બજારમાં નથી આવા પેડ

બજારમાં આજે ઘણા પ્રકારની સેનેટરી નેપકિન ઉપલબ્ધ છે જે માત્ર એક વાર ઉપયોગમાં આવે છે. વળી, કોઈમ્બતુરની ઈશાનાએ એવા સેનેટરી પેડ બનાવ્યા છે જેને મહિલાઓ ઘણી વાર ઉપયોગ કરી શકે છે. ઈશાના દ્વારા બનાવેલા સેનેટરી નેપકિન ઈકો ફ્રેન્ડલી છે અને પુનઃઉપયોગ કરવાલાયક છે. પોતાના આ કારનામા બાદ ઈશાનાની પ્રશંસામાં આખુ સોશિયલ મીડિયા એકઠુ થઈ ગયુ છે. એક તરફ જ્યાં સામાન્ય સેનેટરી પેડથી મહિલાઓમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓનો ખતરો થાય છે ત્યાં ઈશાનાના પેડ સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે.

આ રીતે મળી સેનેટરી નેપકિન બનાવવાની પ્રેરણા

આ રીતે મળી સેનેટરી નેપકિન બનાવવાની પ્રેરણા

18 વર્ષની ઈશાનાએ જણાવ્યુ કે સામાન્ય સેનેટરી પેડના કારણ ઘણી મહિલાઓને આરોગ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મને પણ આના માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ત્યારબાદ મને આ ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિન બનાવવાની પ્રેરણા મળી. આના નિર્માણ માટે વધુ મોટા સેટની જરૂર નહોતી માત્ર એક નાના સેટ પર કૉટન પેડનુ નિર્માણ કરી શકાય છે.

આ પણ વાંચોઃ સેલેનાએ વર્ણવી બૉડી શેમિંગની પીડા, લોકો મજાક બનાવતા હતા, માનસિક સ્થિતિ પર પડ્યો પ્રભાવઆ પણ વાંચોઃ સેલેનાએ વર્ણવી બૉડી શેમિંગની પીડા, લોકો મજાક બનાવતા હતા, માનસિક સ્થિતિ પર પડ્યો પ્રભાવ

બીજાને કરવા ઈચ્છે છે શિક્ષિત

બીજાને કરવા ઈચ્છે છે શિક્ષિત

ઈશાનાએ જણાવ્યુ કે પેડના નિર્માણ માટે માત્ર મશીન અને અન્ય ઉપકરણોની જરૂર હોય છે. તેણે કહ્યુ કે, હું ઈચ્છુ છુ કે વધુને વધુ લોકોને આના વિશે હું જણાવી શકુ અને આને તૈયાર કરવાની રીતે વિષે પણ લોકોને શિક્ષિત કરી શકુ. ઈશાનાએ જણાવ્યુ કે આના નિર્માણમાં બહુ ઓછો ખર્ચ આવે છે અને મહિલાઓ આને સસ્તામાં ખરીદી પણ શકે છે.

સામાન્ય પેડથી મહિલાઓને ખતરો

સામાન્ય પેડથી મહિલાઓને ખતરો

ઉલ્લેખનીય છે કે સામાન્ય પેડના ઉપયોગથી ઘણી મહિલાઓમાં આરોગ્ય સંબંધી ફરિયાદો આવતી રહે છે. આના પર ઈશાનાએ કહ્યુ કે સામાન્ય પેડમાં રાસાયણિક જેલ હોય છે જેનાથી મહિલાઓને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મે જે સેનેટરી નેપકીન વિકસિત કર્યુ છે તેમાં કોઈ પણ રાસાયણિક જેલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ સુતરાઉ કપડાથી બનેલુ છે અને ઈકો ફ્રેન્ડલી છે એટલુ જ નહિ મહિલાઓ આ પેડનો ઉપયોગ વારંવાર કરી શકે છે.

English summary
Ishana from Tamil Nadu producing reusable and eco-friendly sanitary napkins
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X