For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશ્દીને મુસ્લિમ વિદ્વાનોએ મોહંમદ પયંગબર પર ચર્ચા કરવા ફેંક્યો પડકાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

salman-rushdie
મુંબઇ, 28 જાન્યુઆરી: જાણીતા લેખક સલમાન રશ્દી પર ભારતમાં પ્રથમ વાર ઇસ્લામિક વિદ્વાનોએ નરમ વલણ દાખવતાં તેમને ઇસ્લામ અને પયંગબર મોહંમદની જીંદગી પર ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે. મુંબઇમાં એક સેમિનાર દરમિયાન ઇસ્લામિક વિદ્વાનોએ સલમાન રશ્દીનો વિરોધ કરવાના બદલે તેમની સાથે ચર્ચા કરવાની પહેલ કરી છે. આ ગ્રુપમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) ના સભ્યો ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે 1980માં વિવાદિત ઉપન્યાસ 'સટેનિક વર્સિઝ' લખ્યા બાદ મુસ્લિમ સંગઠન સલમાન રશ્દીની ભારત યાત્રાનો પણ વિરોધ કરતાં રહ્યાં હતા.

મુંબઇમાં રવિવારે એક સેમિનાર અજમત-એ-રસૂલ (પયંગબર સાહેબની મહાનતા)માં કેટલાક વિદ્વાનોએ ભાગ લીધો હતો. સેમિનારનું આયોજન એનજીઓ વહાદત-એ-ઇસ્લામી હિંદે કર્યું હતું. સેમિનાર દરમિયાન ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યો અને વકીલ યૂસૂફ મુચાલાએ પોતાના પ્રસ્તાવથી ચોંકાવી દિધા હતા. તેમને કહ્યું હતું કે 'અમારે સલમાન રશ્દીના મુંબઇ આવવાનો વિરોધ કરવાના બદલે તેમને કેટલાક પ્રશ્નો પૂછવા જોઇએ. જો તેમનામાં દમ હોય તો તેમને સટેનિક વર્સિઝ જેવું બકવાસ પુસ્તક કયા આધારે લખ્યું. 'પર્સનલ લો બોર્ડના લીગલ સેલના પ્રમુખ મુચાલાએ આ સાથે મુસ્લિમોને અપીલ કરી હતી કે તે સલમાન રશ્દી વિરૂદ્ધ હિંસક પ્રદર્શન ન કરે. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના ઉપન્યાસ 'મિડનાઇટ્સ ચિલ્ડ્ર્ન' પર દિપા મહેતા દ્રાર બનાવવામાં આવેલી ફિલ્મના પ્રચાર અંગે મુંબઇ આવનાર છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લોના પ્રોફેસર શકીલ સમદાનીએ પણ મુચાલાને સમર્થન આપ્યું છે. તેમને કહ્યું હતું કે 'સલમાન રશ્દીને મુસ્લિમોની ભાવનાઓને સમજવી જોઇએ. મુસ્લિમોને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બદલે ડિબેટનો પડકાર ફેંકવો જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન રશ્દીને લઇને વહાદત-એ-ઇસ્લામીનું વલણ ગત વર્ષ સુધી કડક હતું. સંગઠને સલમાન રશ્દીની ભારત યાત્રાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ સલમાન રશ્દીને પોતાની યાત્રા રદ કરવી પડી હતી.

English summary
Some Islamic scholars have made an open invitation to controversial author Salman Rushdie for a debate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X