For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસરો આજે શ્રીહરિકોટાથી લૉન્ચ કરશે GSAT-29

ઈસરો આજે શ્રીહરિકોટાથી લૉન્ચ કરશે GSAT-29

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઇસરો) આજે તમિલનાડુના શ્રીહરિકોટાથી સંચાર ઉપગ્રહ જીએસએટી-29 લૉન્ચ કરશે. 3423 કિલોગ્રામ વજન ધરાવતા ઉપગ્રહને પ્રક્ષેપણ યાન જીએસએલવી-એમકે3-ડી2 દ્વારા શ્રી હરિકોટા રન્જથી સાંજે 5.8 વાગ્યે લૉન્ચ કરવામાં આવશે. જો કે, ખરાબ વાતાવરણને કારણે પ્રક્ષેપણ સમયને આગળ વધારવામાં આવી શકે છે. તમિલનાડુના તટીય વિસ્તારમાં આજે સાંજ સુધી ગાજા તોફાન ટકરાય તેવી સંભાવના છે.

isro

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી રૉકેટ લૉન્ચ કરાશે. આસરોનું આ બીજું સૌથી વધુ વજન ધરાવતું રોકેટ હશે, જે ચેન્નઈથી 90 કિમી દૂરથી લૉન્ચ થશે. ઈસરોની વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે ઉપગ્રહમાં હાજર પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરી જીઈઓમાં પહોંચવામાં આવશે, અને પ્રક્ષેપકથી અલગ થઈને નિર્ધારિત કક્ષામાં પહોંચવામાં કેટલાક દિવસનો સમય લાગી શકે છે.

ઈસરો મુજબ, જીએસએલવી-એમકે4 રોકેટની આ બીજી ઉડાન હશે, જે લૉન્ચ થયા બાદ 10 વર્ષ સુધી કામ કરશે. લૉન્ચ થયા બાદ પૃથ્વીથી 36,000 કિમી દૂર જિયો સ્ટેશનરી ઑર્બિટમાં સ્થાપિત થશે. આ ભારતના દૂરદરાજના ક્ષેત્રમાં હાઈ સ્પીડ ડેટાને ટ્રાન્સફર કરવામાં મદદ કરશે. આજે લૉન્ચ થનાર ઈસરોનું આ વર્ષનું આ પાંચમું રોકેટ હશે.

આ પણ વાંચો- ખેડૂતોને પડતા પર પાટુની સ્થિતિઃ અમૂલ ડેરીએ દૂધના ભાવ ઘટાડ્યા

English summary
ISRO to Launch GSAT-29 Communications Satellite
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X