ઇસરોએ શ્રીહરિકોટાથી લોન્ચ કર્યું 31 સેટેલાઇટવાળું PSLV-C38

Written By:
Subscribe to Oneindia News

આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત ધવન સ્પેસ સેન્ટરથી પીએસએલવી-સી 38ને લોન્ચ કરવામાં આવ્યું છે. આ પીએસએલવીની 40મી ઉડ્ડાન છે. અને આ લોન્ચ સેના માટે ખુબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. પીએસએલવી 14 દેશોના 29 નેનો સેટેલાઇટને લઇને રવાના થયું છે.

isro

955 કિલોગ્રામ

પીએસએસવી-સી38 એસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ચિલી, ચેક, રિપબ્લિક, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ઇટલી, જાપાન, લટાવિયા, લિથુઆનિયા, સ્લોવાકિયા, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકાની સાથે જ ભારતના પણ સેટેલાઇટને લઇને રવાના થયું છે. આ તમામ સેટેલાઇટનું કુલ વજન 955 કિલોગ્રામ છે. આ પીએસએલવીની 40મી ફ્લાઇટ છે અને તે XL કનફિગ્રેશનની સાથે પીએસએલવીની 17મી ઉડ્ડાન છે. પીએસએલવીનું આ મિશન તમિલનાડુના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વનું છે કારણ કે તે કન્યાકુમાર જિલ્લાના વિદ્યાર્થી માટે સંપૂર્ણ પણે દેશમાં બનેલા સેટેલાઇટને લઇને પણ રવાના થયું છે.

English summary
ISROs PSLV ready for its 40th launch today from Sriharikota, Andhra Pradesh. PSLV-C38 rocket on a mission to put 31 satellites into orbit.
Please Wait while comments are loading...