નેશનલ ડિફેન્સ એકેડમીમાં મહિલાઓ માટે 50% કોટા નક્કી કરવો સંભવ નથીઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નેશનલ ડિફેન્સ એકેડમીમાં મહિલા ઉમેદવારો માટે 50 ટકા અનામત નક્કી કરવુ અદાલત માટે સંભવ નહિ બને.

SC

નેશનલ ડિફએન્સ એકેડમી(NDA)માં મહિલા ઉમેદવારો માટે 50 ટકા અનામત નક્કી કરવુ સંભવ નથી તેમ સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યુ. એનડીએ માટે કરવામાં આવેલી એક અરજીને ફગાવીને સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નેશનલ ડિફેન્સ એકેડમીમાં મહિલા ઉમેદવારો માટે 50 ટકા અનામત નક્કી કરવુ અદાલત માટે સંભવ નહિ બને.

મહિલાઓ માટે એકસાથે 50 ટકા બેઠકો મેળવવી શક્ય નથી

જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યુ, 'પહેલાં નેશનલ ડિફેન્સ એકેડમીમાં મહિલા ઉમેદવારો માટે કોઈ જગ્યા ન હતી, પરંતુ બદલાતા સમયને ધ્યાનમાં રાખીને મહિલા ઉમેદવારોને ત્યાં સીટો આપવામાં આવી છે. મહિલાઓ માટે એકસાથે 50 ટકા બેઠકો મેળવવી શક્ય નથી. બીજા કિસ્સામાં પણ મહિલા ઉમેદવારો માટે એનડીએમાં શ્રેષ્ઠ શું હશે તે તમામ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે, તેની ચર્ચા કરવામાં આવી રહી છે. જસ્ટિસ સંજય કિશન કૌલે એ પણ નોંધ્યુ હતુ કે તેમની બેન્ચ પહેલાથી જ અરજીઓની અલગ બેચમાં આ મામલાની સુનાવણી કરી રહી છે. જ્યાં ઘણા કેસ પેન્ડિંગ છે.

અમને અરજદાર પ્રત્યે સહાનુભૂતિ છે...

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, 'અમને અરજદાર પ્રત્યે સહાનુભૂતિ છે. જેમણે દાવો કર્યો હતો કે ઓછા માર્કસ સાથે થોડા પુરુષ ઉમેદવારો હોવા છતાં તેમની પસંદગી કરવામાં આવી નથી. મહિલા ઉમેદવારોને એનડીએમાં 50-50 કોટા આપવા અંગે કોર્ટ હાલ કોઈ આદેશ આપી શકે નહીં. બેન્ચે કહ્યુ, 'અમે આ રીતે ન કરી શકીએ... અમે કેવી રીતે કહી શકીએ કે તેમને 50 ટકા બેઠકો આપવામાં આવી છે? એનડીએ પહેલા માત્ર પુરુષો માટે હતું અને તે તેમની દુનિયા હતી. ત્યાંથી અમે એવા સ્થાને પહોંચ્યા છીએ જ્યાં મહિલા ઉમેદવારો માટે પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને કેટલીક બેઠકો પણ આપવામાં આવી છે. આમાં ઘણા પરિબળો સામેલ છે અને અમે બીજા કિસ્સામાં પણ આ જોઈ રહ્યા છીએ. અમે એમ ન કહી શકીએ કે એનડીએમાં હવે 50 ટકા મહિલાઓની ભરતી થશે.'

એનડીએમાં મહિલા કેડેટ્સ માટે બેચ દીઠ 19 બેઠકોની મર્યાદા

બેન્ચે કહ્યુ, 'તે એક નીતિ વિષયક પણ છે. અમે આ બાબતમાં મહિલાઓ માટે શ્રેષ્ઠ શું હોઈ શકે તેના સારા પરિણામ માટે પણ પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ અમે એમ કહી શકતા નથી કે હવે તેઓએ 50:50 ના રેશિયોમાં ઉમેદવારો લેવા જોઈએ. વસ્તુઓ ધીમે ધીમે અને ચોક્કસ ફ્રેમવર્કમાં થવાની હોય છે. તમારો ઈરાદો ઉમદા હોઈ શકે છે પરંતુ અમે આ રીતે કરી શકતા નથી.' તમને જણાવી દઈએ કે એનડીએના દરેક કોર્સમાં ત્રણેય દળો માટે 370 જગ્યાઓ ખાલી છે. જેમાંથી 208 કેડેટ્સ ભારતીય સેનામાં, 120 ભારતીય વાયુસેનામાં અને 42 ભારતીય નૌકાદળમાં કમિશન છે. પુણે સ્થિત સંસ્થા એનડીએમાં મહિલા કેડેટ્સ માટે બેચ દીઠ 19 બેઠકોની મર્યાદા છે. NDA પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં NDA-I અને બીજા ભાગમાં NDA-II.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X