For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

38 દિવસ વેંટીલેટર પર રહ્યા બાદ કોરોના દર્દીએ જીતી જંગ, ઘરે પાછો આવ્યો

માનવજીવન માટે કાળ બની ચૂકેલ આ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પશ્ચિમ બંગાળની રાજધાનીમાં ચિકિત્સકોએ એક ચમત્કાર કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સંક્રમણમાં દેશમાં રોજ મરનારની સંખ્યા સતત વધી રહી છે. માનવજીવન માટે કાળ બની ચૂકેલ આ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પશ્ચિમ બંગાળની રાજધાનીમાં ચિકિત્સકોએ એક ચમત્કાર કરી દીધો છે. કોલકત્તામાં છેલ્લા 38 દિવસથી વેંટીલેટર પર રહ્યા બાદ એક 52 વર્ષીય દર્દીએ કોરોનાને મ્હાત આપીને જિંદગીની જંગ જીતી લીધી છે. વેંટીલેટર પર ગયા બાદ આ વ્યક્તિનો જીવ ધરતીના ભગવાન કહેવાતા ડૉક્ટરોએ બચાવીને તેમને નવુ જીવનદાન આપ્યુ છે.

માર્ચમાં હોસ્પિટલમાં કરાવ્યો હતો ભરતી

માર્ચમાં હોસ્પિટલમાં કરાવ્યો હતો ભરતી

તમને જણાવી દઈએ કે આ 52 વર્ષીય વ્યક્તિને માર્ચમાં કોલકત્તાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. જૂના સામાજિક કાર્યકર્તાએ 38 દિવસો માટે વેંટીલેટર પર રહ્યા બાદ વાયરસને હરાવ્યો. ભારતમાં આ પહેલો કેસ છે જેને લાંબા સમય સુધી કોરોના પૉઝિટીવ સંક્રમણના કારણે સ્થિતિ બગડવા પર વેંટીલેટર રાખવામાં આવ્યા અને જીવિત બચીને સ્વસ્થ થઈ ચૂક્યા છે.

કોરોના સામે હાર ન માની

કોરોના સામે હાર ન માની

ટૉલીગંજ નિવાસી 52 વર્ષીય નિતઈ દા એક સામાજિક કાર્યકર્તા છે. તેમને 29 માર્ચે કોલકત્તાની એક ખાનગી હોસ્પિટલ એએમઆરઆઈ ઢાકુરિયામાં ભરતી કરવામાં આવ્યો હતો કારણકે તેને તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી. આગલી સવારે તેને વેંટીલેટર પર રાખવામાં આવ્યો અને તેના કોરોના ટેસ્ટની રાહ જોવામાં આવી. તેને કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો. તેના પછીના ટેસ્ટ પણ પૉઝિટીવ આવ્યા જેના લીધે તેને 38 દિવસો સુધી વેંટીલેટર પર રાખવામાં આવ્યો. પરંતુ નિતઈ દાએ હાર ન માની. તેણે ડૉક્ટરો અને નર્સોની ટીમના પ્રયાસોને બેકાર ન જવા દીધી અને કોરોનાને મ્હાત આપી દીધી.

ચિકિત્સકોએ કરી બતાવ્યો ચમત્કાર

ચિકિત્સકોએ કરી બતાવ્યો ચમત્કાર

એએમઆરઆઈ હોસ્પિટલના ક્રિટિકલ કેર એન્ડ ઈન્ટરનલ મેડિસિન ડૉ. સારસ્વતી સિન્હાએ કહ્યુ, નિતિન દાસ 4 સપ્તાહથી વેંટિલેટર પર હતા, તેમને ટ્રોકેસ્ટૉમી પણ હતુ, એક મેડિકલ પ્રક્રિયા જેમાં ફેફસામાં હવા નાખવા માટે ગળામાંથી પાઈપના માધ્યમથી ગળા સુધી એક પાઈપ નાખવામાં આવે છે. 17 અને 18 એપ્રિલે હોસ્પિટલે પોતાનુ કોવિડ-19 પરીક્ષણ કર્યુ અને બંને રિપોર્ટ નેગેટીવ આવ્યો અને ત્રીજી વાર 2 મેના રોજ, 52 વર્ષીય યોદ્ધાને મહત્વપૂર્ણ સુધારા માટે દિવસમાં 12 કલાકથી પણ ઓછા સમય માટે આંશિક વેંટીલેટરમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યા હતા. આ ઈશ્વરનો સંકેત હતો. 5મેના રોજ તેમના ડૉક્ટરે તેમને આઈસીયુમાં સ્થાનાંતરિત કરી દીધા પરંતુ વેંટીલેટરની જરૂર નહોતી. આના ત્રણ દિવસ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દીધા. નિતાઈ દાએ કહ્યુ કે નર્સો અને ડૉક્ટરોએ રાતની ઉંઘ છોડીને પણ મારો જીવ બચાવ્યો. તેમણે વાસ્તવમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. આજે હું ધન્ય અનુભવુ છુ.

આ પણ વાંચોઃ નવી નોટો છાપીને અર્થવ્યવસ્થાને બચાવી શકાય છે, રઘુરામ રાજને આપ્યા સૂચનોઆ પણ વાંચોઃ નવી નોટો છાપીને અર્થવ્યવસ્થાને બચાવી શકાય છે, રઘુરામ રાજને આપ્યા સૂચનો

English summary
It’s a miracle! 38 days on the ventilator, Bengal man defeats COVID-19, returns home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X