ઇટાલિયન નૌકાબાજો અંગેનો નિર્ણય ગુરુવાર સુધી ટળ્યો

ઇટાલીના બે નૌસેનિકોએ ફેબ્રુઆરી 2012માં બે ભારતીય માછીમારોની ભારતના કેરળમાં આવેલા સમુદ્ર તટ પાસેના સમુદ્રમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ કેસમાં મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીરની અધ્યક્ષતાવાળી બેંચે અગાઉ આજે ચૂકાદો સંભળાવવાનો નિર્ણય લીધો હતો. હવે બેંચે કહ્યું છે કે આ મુદ્દે ગુરુવારે ચૂકાદો સંભળાવશે.
ઇટાલીની સરકારે દલિલ કરી છે કે તેમના બે નૌસૈનિકોને સજા સંભળાવવામાં આવશે તો તેમણે મૃત્યુદંડનો સામનો કરવો પડશે. કારણ કે આ સપ્રેશન ઓફ અનલોફૂલ એક્ટ્સ અગેઇન્સ્ટ સેફ્ટી ઓફ મેરીટાઇમ નેવિગેશન એન્ડ ફિક્સ્ડ પ્લેટફોર્મ ઓન કોન્ટિનેન્ટલ શેલ્ફ એક્ટ (એસયુએ) 2002 અંતર્ગત સજા કરવી અનિવાર્ય છે.
વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે બંને ઇટાલિયન નાવિકોના પરત ફર્યા બાદ 22 માર્ચના રોજ સંસદને આ સંદર્ભની જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતે ઇટાલીને આશ્વાસન આપ્યું હતું કે તેમના સૈનિકો નિર્ધારિત તારીખે પરત ફરશે તો તેમને મૃત્યુંદંડની સજા ફરમાવવામાં આવશે નહીં.












Click it and Unblock the Notifications
