For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 વર્ષની છોકરીથી પ્રભાવિત થઈ ઈવાંકા ટ્રમ્પે કર્યું ટ્વીટ તો ઉમર અબ્દુલ્લાએ આપ્યો આ જવાબ

15 વર્ષની છોકરીથી પ્રભાવિત થઈ ઈવાંકા ટ્રમ્પે કર્યું ટ્વીટ તો ઉમર અબ્દુલ્લાએ આપ્યો આ જવાબ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે દેશભરમાં પ્રવાસી મજૂરો પોતાના ઘરે પહોંચવા માટે તમામ મુ્કેલીનો સામનો કરી રહ્યા છે. માત્ર 15 વર્ષની છોકરી જ્યોતિએ પોતાના ઘાયલ પિતાને સાઈકલ પર બેસાડી 1200 કિમીનો સફર ખેડી રહી છે. જ્યોતિ ગુરુગ્રામથી બિહાર સુધીનો રસ્તો કાપી ચૂકી છે, એક અઠવાડિયા બાદ તે દરભંગા પહોંચી આ બહાદુર દીકરીની આ કોશિશના લોકો સોશિયલ મીડિયા પર સલામ કરી રહ્યા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પ પણ તેનાથી બહુ પ્રભાવિત થઈ. ઈવાંકાએ જ્યોતિની તસવીર શેર કરતા ભાવુક વા લખી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરંતુ ઈવાંકાની પ્રતિક્રિયા પર હવે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને કાર્તિ ચિદમ્બરમે પતાની પ્રતિક્રિયા આપી છે.

ઉમર અને કાર્તિએ જવાબ આપ્યો

ઉમર અને કાર્તિએ જવાબ આપ્યો

ઉમર અબ્દુલ્લાએ ઈવાંકાના ટ્વીટના જવાબમાં લખ્યું કે જ્યોતિની ગરીબી અને મજબૂરીને ગૌરવપૂર્ણ વાતની જેમ દેખાડવામાં આવી છે, જાણે એવું લાગી રહ્યું છે કે જ્યતિને સાઈકલ ચલાવી કોઈ ખુશીની અનુભીતિ થઈ રહી છે. સરકારની વિફળતાના કારણે તેણે આ કરવા માટે મજબૂર થવું પડ્યું, જેનો સરકારે ઢિંઢોરો પીટવો જોઈએ. જ્યારે કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કરીને લખ્યું કે આ કોઈ પ્રતિષ્ઠાની વાત નથી, આ ભાજપ સરકાર જેના મુખિયા તમારા મિત્ર નરેન્દ્ર મોદી છે તેના વલણનું પરિણામ છે.

15 વર્ષીય સ્વાભિમાની જ્યોતિની કહાની શું છે

15 વર્ષીય સ્વાભિમાની જ્યોતિની કહાની શું છે

કોરોનાના કારણે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું હોય દેશના કેટલાય રાજ્યોમાં પ્રવાસી મજૂરો ફસાઈ ગયા છે. ટ્રેન સહિત અવરજવરના સાધનોનું પરિસંચાલન બંધ થવાના કારણે મજૂરો પગપાળા પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા છે. થોડા મહિના પહેલા જ એક દુર્ઘટનામાં જ્યોતિના પિતા મહન પાસવાન ઘાયલ થઈ ગયા હતા જેથી તેઓ પોતાના દમ પર ઘરે પહોંચવામાં અસમર્થ હતા.

1200 કિમી સાઈકલ ચલાવી

1200 કિમી સાઈકલ ચલાવી

15 વર્ષની સ્વાભિમાની જ્યોતિએ પિતા મોહન પાસવાનને ઘાયલ થયા હવાના કારણે સાઈકલ ચલાવી 1200 કિમીનો સફર ખેડ્યો. હાલ જ્યોતિ 7મા ધોરણમાં ભણે છે. જ્યોતિ બોલી- સફર દરમિયાન મને ડર લાગતો હતો કે ક્યાંક પાછળથી કોઈ ગાડી ટક્કર ના ારી દે. હા રાતના સમયે હાઈવે પર સાઈકલ ચલાવતી વખતે ડર નહોત લાગ્યો કેમ કે સેંકડ પ્રવાસી મજૂરો પણ રસ્તેથી પસાર થઈ રહયા હતા. પરંતુ કોઈ ગાડી સાથે ટક્કરને લઈ ચિંતિત હતી.

પત્નીની સારસંભાળના બહાને બનેવીએ સાળીને ઘરે બોલાવી, પછી રૂમમાં બંધ કરીને 2 મહિના સુધી...પત્નીની સારસંભાળના બહાને બનેવીએ સાળીને ઘરે બોલાવી, પછી રૂમમાં બંધ કરીને 2 મહિના સુધી...

English summary
ivanka trump impressed on 15 year old girl jyoti, omar abdullah replied
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X