J&K: 30 જૂનથી ગાયબ યુવક આતંકી સંગઠન સાથે જોડાયો
જમ્મુ કાશ્મીરના ડોડા થી એક યુવક ગાયબ થઇ ગયો હતો. ગાયબ થયેલા યુવકનું નામ આબિદ ભટ્ટ જણાવવામાં આવી રહ્યું છે. 30 જૂન પછી આબિદ ભટ્ટ વિશે કોઈ જ ખબર નથી.
જમ્મુ કાશ્મીરના ડોડા થી એક યુવક ગાયબ થઇ ગયો હતો. ગાયબ થયેલા યુવકનું નામ આબિદ ભટ્ટ જણાવવામાં આવી રહ્યું છે. 30 જૂન પછી આબિદ ભટ્ટ વિશે કોઈ જ ખબર નથી. આશંકા કરવામાં આવી રહી છે કે આબિદ ભટ્ટ આતંકી સંગઠન સાથે જોડાઈ ગયો છે. પરિવારના લોકો આબિદ ભટ્ટ પાછો આવી જાય તેવી આશા રાખી રહ્યા છે.

આ મામલે જમ્મુ કાશ્મીરના ડોડાના એસએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમને સોશ્યિલ મીડિયા ઘ્વારા જાણકારી મળી કે 30 જૂનથી ગાયબ આબિદ ભટ્ટ આતંકી સંગઠન સાથે જોડાઈ ગયો છે. અમે તથ્યો અંગે તપાસ કરી રહ્યા છે. આતકવાદમાં શામિલ થવા માટેનું તેનો કોઈ બેકગ્રાઉન્ડ નથી.












Click it and Unblock the Notifications
