પુલવામા: આતંકીઓએ PDP નેતાના ઘર પર કર્યો હુમલો

Written By:
Subscribe to Oneindia News

જમ્મુ-કાશ્મીર આંતકી ગતિવિધિઓથી મુક્ત નથી થઇ શકતું, તાજેતરની ઘટનામાં આતંકવાદીઓએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(PDP)ના નેતાના ઘરે હુમલો કર્યો હતો. ઉપલબ્ધ માહિતી અનુસાર, સંદિગ્ધ આતંકવાદીઓએ એક પીડીપી નેતાના ઘરને દારૂગોળાથી નષ્ટ કર્યું હતું. આ ઘટના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારના દાદસેરા ગામની છે, જ્યાંના સ્થાનિક પીડીપી નેતાના ઘરે આતંકવાદીઓને ઘરને નુકસાન પહોંચાડ્યું હતું, તેઓ ગોળીબાર કરી ત્યાંથી નાસી છૂટ્યા હતા.

jammu kashmir

જે નેતાના ઘર પર હુમલો થયો હતો, તેમનું નામ મોહમ્મદ અશરફ મીર છે, તેઓ ઝોનલ પ્રેસિડન્ટ છે. આ ઘટના ઘટી ત્યારે તેઓ ઘરે હાજર નહોતા, આમ છતાં આતંકવાદીઓએ આખા ઘરમાં તોડફોડ કરી હતી, બારી અને દરવાજાના કાચ તોડી નાંખ્યા હતા. જો કે, આ હુમલામાં કોઇના ઇજાગ્રસ્ત હોવાની ખબર નથી. ઉલ્લેખનીય છે કે, એક-બે દિવસ પહેલાં આતંકીઓએ સ્થાનિક ધારાસભ્યના ઘર પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.

આ ઉપરાંત, રવિવારે સવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના હાજિન કુપવાડા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં લશ્કરનો એક આતંકી મૃત્યુ પામ્યો હતો. સેનાના 9 પેરા, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ એસઓજી એ આતંકીઓએ હાજિનના અનવાં વિસ્તારમાં સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. સામે સેનાએ પણ જવાબી હુમલો કર્યો હતો, જો કે 2 આતંકીઓ હજુ પણ ફરાર છે.

English summary
One CRPF jawan was injured on Sunday as militants hurled grenade at the residence of a National Conference leader in Jammu and Kashmir.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.