For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૈન મુનિ તરુણ સાગરના નિધન પર પીએમ મોદી સહિતના નેતાઓએ જતાવ્યો શોક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા રાજકીય નેતાઓએ જૈન મુનિ તરુણ સાગરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

જૈન મુનિ તરુણ સાગરનું આજે સવારે દિલ્હીમાં નિધન થઈ ગયુ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા ત્યારબાદ તેમણે ખાવાપીવાનું પણ છોડી દીધુ હતુ. તેમના નિધનથી તેમના અનુયાયીઓમાં શોક છવાઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા રાજકીય નેતાઓએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર મુનિ તરુણ સાગરને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લખ્યુ કે તેમના આદર્શો અને સમાજમાં તેમના યોગદાન માટે હંમેશા તેમને યાદ કરવામાં આવશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જૈન મુનિના નિધન પર સંવેદનાઓ વ્યક્ત કરી છે.

pm modi

પ્રધાનમંત્રીએ જૈન મુનિ તરુણ સાગરને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લખ્યુ, ' મુનિ તરુણ સાગરજી મહારાજના અકાળે અવસાનથી ખૂબ દુઃખ થયુ. અમે તેમને હંમેશા સમૃદ્ધ આદર્શો, કરુણા અને સમાજમાં યોગદાન માટે યાદ કરીશુ. તેમની મહાન શિક્ષા લોકોને આગળ પર પ્રેરણા આપતી રહેશે. મારા વિચાર જૈન સમાજ અને તેમના અગણિત શિષ્યો સાથે છે.'

ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ જૈન મુનિના નિધન પર કહ્યુ કે તેઓ આનાથી સ્તબ્ધ છે. 'જૈન મુનિ શ્રદ્ધેય તરુણ સાગરજી મહારાજના અકાળે મહાસમાધિ લેવાના સમાચારથી હું સ્તબ્ધ છુ. તેઓ પ્રેરણાના સ્ત્રોત, દયાના તેમજ કરુણાના સાગર હતા. ભારતીય સંત સમાજ માટે તેમનું નિર્વાણ એક શૂન્યનું નિર્માણ કરી ગયુ છે. હું મુનિ મહારાજના ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ.'

આ પણ વાંચોઃ જૈન મુનિ તરુણ સાગરના 'કડવા પ્રવચન' થયા શાંત, જાણો તેમની કહાનીઆ પણ વાંચોઃ જૈન મુનિ તરુણ સાગરના 'કડવા પ્રવચન' થયા શાંત, જાણો તેમની કહાની

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યુ, 'મુનિ તરુણ સાગરજી મહારાજના નિધનથી પીડા થઈ. તેમના આદર્શ અને શિક્ષણ હંમેશા લોકોને પ્રેરિત કરશે.' રમતગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પણ મુનિ સાગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે લખ્યુ, 'મુનિશ્રી તરુણ સાગરજીના નિધન વિશે જાણીને દુઃખ થયુ. તેઓ એક પ્રેરણાદાયક આધ્યાત્મિક નેતા હતા. તેમને હંમેશા તેમના સમૃદ્ધ જ્ઞાન અને માનવીય દ્રષ્ટિકોણ માટે યાદ કરવામાં આવશે.'

સુરેશ પ્રભુએ મુનિ તરુણ સાગરના નિધનને વ્યક્તિગત નુકશાન ગણાવ્યુ. ટ્વિટર પર તેમણે લખ્યુ, ' તેઓ માત્ર 51 વર્ષના હતા. તેમનુ ટૂંકુ જીવન હંમેશા સમાજમાં તેમના સમૃદ્ધ યોગદાન માટે યાદ કરવામાં આવશે. આ મારા માટે વ્યક્તિગત નુકશાન છે. હું તેમને ખૂબ નજીકથી જાણતો હતો.'

આ પણ વાંચોઃ જૈન મુનિ તરુણ સાગરનું નિધન, આજે 3 વાગે થશે અંતિમ સંસ્કારઆ પણ વાંચોઃ જૈન મુનિ તરુણ સાગરનું નિધન, આજે 3 વાગે થશે અંતિમ સંસ્કાર

English summary
Jain Muni Tarun Sagar: PM Narendra Modi And Other Politicians Offers Condolences.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X