For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂની દિલ્લીથી પકડાયો જૈશનો કમાંડર સજ્જાદ ખાન, પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડના સંપર્કમાં હતો

શુક્રવારે સવારે જૂની દિલ્લીથી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકી સજ્જાદ ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે સવારે જૂની દિલ્લીથી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકી સજ્જાદ ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે. સજ્જાદને લાલ કિલ્લા પાસેથી પકડવામાં આવ્યો છે. સજ્જાદ ખાનને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ એક ઈન્ટેલીજન્સ બેઝ્ડ ઑપરેશન બાદ પકડવામાં આવ્યો છે. ઈન્ટેલીજન્સ ટીમ હવે તેની પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે સજ્જાદ ખાન, 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ મુદાસ્સિરના સંપર્કમાં હતો.

delhi

મુદાસ્સિરને આ મહિનામાં જ એક એનકાઉન્ટરમાં ઠાર કરવામાં આવી ચૂક્યો છે. સજ્જાદ જે મુદાસ્સિરનો ઘણો નજીક હતો, પુલવામા આતંકી હુમલામાં એનઆઈએ તરફથી વૉન્ટેડ હતો. કહેવામાં આવી રહ્યુ છે કે તે દિલ્લીમાં શૉલ ટ્રેડર બનીને રહી રહ્યો હતો. સજ્જાદ પર દિલ્લીમાં સ્લીપર સેલ તૈયાર કરવાની જવાબદારી હતી. દિલ્લી પોલિસની સ્પેશિયલ સ્લીપર સેલ ટીમે સજ્જાદની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ પુલવામા જેવા હુમલા થતા રહે છેઃ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું વિવાદિત નિવેદનઆ પણ વાંચોઃ પુલવામા જેવા હુમલા થતા રહે છેઃ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું વિવાદિત નિવેદન

English summary
Jaish operative Sajjad Khan arrested from near Lal Qila in Delhi on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X